Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઘાનપોર ગામે લટાર મારતો દીપડાનો પાંજરામા કેદ

Share

રાજપીપળા :આરીફ જી કુરેશી

નાંદોદ ના ધાનપોર ગામની સીમ માથી વન વિભાગે પાંજરૂ ગોઢવી દીપડાને જબ્બે કરતા રાહત ચારેક દિવસ થી લટાર મારતા ખુંખાર દીપડાને જોઈ ગ્રામજનો માં ફફડાટ હતો ત્યારબાદ વન વિભાગે પાંજરું મૂકી જબ્બે કર્યો.
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામની સીમમાં ચારેક દિવસ થી એક ખુંખાર દીપડો દેખાતા ગ્રામજનોમા ભારે ગભરાટ ફેલાયા બાદ ગામના પ્રફુલભાઇ નામના એક આગેવાને વન વિભાગને લેખિત જાણ કરતા ગત 23 સપ્ટેમ્બરે વન વિભાગ પાડા રેન્જ ના આરએફઓ અક્ષય પંડ્યા અને બીટગાર્ડ રાજેન્દ્રસિંહ જાદવ એ સ્થળ તપાસ કર્યા બાદ ધાનપોર મા દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું જેથી આ પાંજરામા મુકેલો ખોરાક ખાવાની લાલચે દીપડો અંદર આવતા પાંજરે કેદ થઈ ગયો હતો આમ ચાર દિવસ બાદ દીપડો પાંજરે કેદ થતા ગ્રામજનો એ રાહત મેળવી હતી. પાડા રેંજ ના આરએફઓ અક્ષય પંડ્યાએ જણાવ્યું હતું કે આ દીપડો ગામના મરઘાંને ખોરાક બનાવતો હતો કોઈ માનવજાતને નુકસાન પહોચાડ્યું નથી છતાં અરજી મળતા અમારી ટીમે આ દીપડાને સફળતાથી પાંજરે કેદ કરતા ગ્રામજનોને રાહત થઈ હતી. 

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા યોજવા અંગેના વિપક્ષે આપેલ 72 કલાકનાં અલટીમેટમનો અંત થતાં વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા.

ProudOfGujarat

રાજપીપલા ખાતે જિલ્લા સેવા સદનમાં રૂા.૮ લાખના ખર્ચે જન સેવા કેન્દ્ર સહિત ૮ જેટલાં એક્વા પ્યુરી ફાયર-વોટર કુલરની સુવિધા ખુલ્લી મૂકાઇ.

ProudOfGujarat

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ઉક્તિને ચરિતાર્થ કરતા પિરામીડ ડાન્સનું પ્રદર્શન તિલકવાડાનાં જવાહર નવોદય વિદ્યાલયના બાળકોએ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!