Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો કડોદરા પ્રહરી કેમિકલકાંડ બાબતે ચુકાદો.

Share

તા ૯-૨-૨૦૧૯ ના રોજ સુરતમાં કડોદરા ખાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવાહી ઝેરી કેમિકલ ટેન્કર દ્વારા ઠાલવતા બે માણસોના મૃત્યુ થયેલ હતા. જે બાબતે વધુ તપાસ કરતા ઝગડિયા (ભરુચ) જીઆઇડીસીની પ્રહરી પીગમેંટ એલએલપી માંથી ઝેરી પ્રવાહી અને જોખમી રાસાયણિક કચરો એટ્લે કે સ્પેન્ટ એસીડનો બોગસ ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ગેર-કાયદેસર રીતે સુરતમાં કડોદરા પાસે ખાડીમાં નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કડોદરા પોલીસ સ્ટેશનમાં FIR I-28/2019 તા ૨૫-૨-૨૦૧૯ના રોજ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં ચાર્જશીટ થયેલ છે અને ગુજરાત હાઈ કોર્ટ દ્વારા કેટલાક આરોપીઓને આગોતરા તેમજ નિયમિત જામીન આપેલ છે.
તા ૧૫-૨-૨૦૧૯ ના રોજ ગુજરાત સરકાર, ભારત સરકાર તેમજ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ નવી દિલ્હીને આ ઘટના બાબતે એમ એસ એચ શેખ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ હતી. જે ફરિયાદને ગંભીરતાથી લઇ માનનીય નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તેને સુઓમોટો કેસ OA 362/2019 તરીકે દાખલ કરેલ હતી. જેમાં સરકાર અને તંત્ર તેમજ ઝેરી રસાયણોના ગેર કાયદેસર નિકાલના સુવ્યવસ્થિત કૌભાંડ બાબતે ઘણા આરોપો લગાડવામાં આવેલ હતા. જે કેસમાં તા ૨૬-૯-૨૦૧૯ ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવેલ હતી અને ચુકાદો આપવામાં આવેલ છે.
આ સુનાવણીમાં જીલ્લા કલેકટર સુરત, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, અને જીપીસીબીની સંયુક્ત તપાસના એક્શન ટેકન રીપોર્ટને કોર્ટ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતો.
1.વચગાળાના વળતર રૂપે 50 લાખ રૂપિયા ઉત્પાદક કંપની અને ટ્રાન્સપોર્ટરો દ્વારા સહભાગી રીતે જીપીસીબીમાં જમા કરવાનો આદેશ આપેલ છે.
2.આ કેસ બાબતે બે વ્યક્તિઓના મૃત્યુ થયા હોવા છતાં કંપનીને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દેવાતા, કંપની સામે કડક પગલાં નહીં લેવાતા, અને કોઈપણ જાતના વળતર કે પર્યાવરણના નુકશાન બદલ કોઈ કાર્યવાહી ન કરવા બદલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જવાબદાર અધિકારીઑ સામે નિષ્ફળ આચરણ માટે મુખ્ય સચિવ ગુજરાત રાજ્યને પગલાં ભરવા જણાવેલ છે.
3.અસરકારક પર્યાવરણ નિયંત્રણની કામગીરી સૂનિશ્ચિત કરવા માટે અને જીપીસીબી બોર્ડની શિસ્તબદ્ધ કામગીરી તથા સુધારણા કરવા માટે, કાયદાની ચૂક બદલ પગલાં લેવામાં નિષ્ફળતા બાબતે જીપીસીબીના જવાબદાર મુખ્ય અધિકારી સામે શિસ્તભંગ કે અન્ય પગલાં ભરવા મુખ્ય સચિવ ગુજરાત રાજ્યને કહેવામાં આવેલ છે. જેનો પાલન રિપોર્ટ એક મહિનામાં એનજીટી દિલ્લીમાં મોકલવાનો રહેશે.
4.વચગાળાનું વળતર કે જે પર્યાવરણને નુકશાન બદલ તેમજ પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા સીપીસીબીમાં જમા કરાવવાનું રહેશે.
5.સ્પેન્ટ એસીડ હેંડલિંગ કરતાં યુનિટો સ્પેન્ટ એસીડ બનાવે કે પરિવહન કરે છે તે પ્રવાહી રાસાયણિક જોખમી કચરાની વ્યાખ્યામાં આવે છે. તેનું પરિવહન ગુજરાત રાજ્યમાં જીપીએસ યુક્ત વાહનો અને પ્રવાહી રાસાયણિક જોખમી કચરાના નિયમોના પાલન માટે જીપીસીબી અને સીપીસીબી સંયુક્ત સમીક્ષા કરશે.
એમ એસ એચ શેખ
પ્રમુખ

Advertisement

Share

Related posts

નડિયાદના સલુણ એક્ષપ્રેસ પરથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ : અનુભૂતિ ધામ ખાતે બે દિવસીય એજ્યુકેશન વિગની મીટીંગ અને ટ્રેનિંગ યોજાઇ

ProudOfGujarat

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સમાં રોકાણ કરવાનો યોગ્ય સમય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!