Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સલુણ એક્ષપ્રેસ પરથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

નડિયાદના ડાકોર રોડ પરથી મુંગા પશુઓને ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા હોય બાતમીના આધારે એલસીબી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયા છે.

પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓની કચેરીએ અરજી મળેલ કે ખેડા જીલ્લામાં નડીયાદમાં પશુઓની હેરાફેરી થઇ રહેલ છે. જે અરજી આધારે પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓની સુચનાથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમારનાઓ સાથે એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો અરજીમાં જણાવેલ હકીકત અન્વયે ડાકોર રોડ સલુણ એક્ષપ્રેસ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડકો.કનકસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ડાકોર રોડ સલુણ એક્ષપ્રેસ હાઇવે ઉપરથી અશોક લેલન ટ્રક નં.GJ-02-ZZ-7872 માં ગેરકાયદેસર રીતે ભેંસો તથા પાડાઓ ભરેલ ટ્રકને પીછો કરી અમદાવાદ-વડોદરા એક્ષપ્રેસ હાઇવે, સુંઢા ગામની સીમમાં રોકી ઝડપી પાડેલ જેમાં તપાસ કરતા ટ્રક ડ્રાઇવરનું નામ (૧) ઇશાક કેયુમ દઉવા રહે.રવીયાણા મુમનવાસ તા.જી.પાટણ તથા ડ્રાઇવર પાસે બેઠેલ ઇસમ (૨) મોહંમદભાઇ આમીનભાઇ મલપરા રહે. વદાણી જાખા, સરકારી ડેરીની બાજુમાં તા.જી.પાટણ નાઓને ટ્રકમાં ૧૩ ભેંસો તથા એક પાડો ક્રતા પુર્વ ગળે ટુંપાય તે, રીતે ટુંકા દોરથી બાંધી લઇ જતા હોય તેમજ ટ્રકમાં ઘાસ ચાલકે પાણીની કોઇ વ્યવસ્થા કરેલ ન હોય અને આ ભેંસ તથા પાડા (૩) યાકુબભાઇ સુલેમાનભાઇ ગરબડ રહે. બારકોશીયા રોડ નડીયાદ નાઓએ ભરી આપેલ હોય જેથી તેઓને પણ ઝડપી પાડી આ શખ્સો પાસે ભેંસો તથા પાડાની હેરાફેરી અંગેનું પાસ પરમીટ તથા ટ્રકના આર.ટી.ઓને લગતા કાગળો ન હોય જેથી ત્રણેય ઇસમોની અંગજડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૨,૫૦૦/- તથા ૧૩ ભેંસો તથા એક પાડો કિ.રૂ. ૨,૧૦,૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૧૨,૨૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામ ઇસમો તેમજ પશુઓ આપનાર વિરુદ્ધ ધી પશુ સંરક્ષક અધિનિયમ મુજબ ગુનો નોંધી આગળ વધુ તપાસ નડિયાદ એલસીબી હાથ ધરેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપળાના એક ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી યુવતીનો લગ્નની લાલચે બળાત્કાર.

ProudOfGujarat

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર છરીના ઘા ઝીંકયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!