Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

Share

રાજપીપલા : નર્મદા જિલ્લામા કોરોનામા રક્તની જરૂરિયાતને સંતોષવા ભાજપાના કાર્યકરો આગળ આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમા ગરૂડેશ્વર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ પટેલ તથા કિસાન મોરચાના ઉપપ્રમુખ તથા પૂર્વમંત્રી શબ્દશરણ તડવી ગરુડેશ્વર તાલુકા ભાજપના પ્રમુખ શ્રવણભાઈ તડવી નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ તથા મહિલા મોરચા નર્મદા જિલ્લાના પ્રમુખ જયશ્રીબેન ધામેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઘણા લોકોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને લઇને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદામા રક્તની ખુબ જરૂર છે અને લોહીની અછત છે ત્યારે લોહીની જરૂરિયાતને સંતોષવા ભાજપાના કાર્યકરો આગળ આવ્યા છે. ખાસ કરીને કિસાન મોરચાએ આગેવાની લીધી છે. રક્તદાન જરૂરી હોવાથી સેવાના ભાગરૂપે અને સાથે કોરોનાની ચેન તૂટે અને સંક્ર્મણ ઘટે તે માટે વધુને વધુ લોકો રસીકરણમા જોડાય એ માટે પણ બાકી લોકોને વેક્સીન લેવાની અપીલ કરી હતી.

Advertisement

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગુજરાતની પ્રથમ નીર્ભયા ટીમે નર્મદાના અંતરિયાળ ગામોમાં નારી સંરક્ષણ બાબતેની સમજ આપી.

ProudOfGujarat

દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામમાં વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો

ProudOfGujarat

નવ સિદ્ધુની “બોસ મ્યુઝિક પ્રોડક્શન્સ” બની પ્રથમ હરોળની પ્રથમ કમ્પોઝિશન કંપની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!