Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ડેડીયાપાડાના નવાગામ પાનુડા ગામે માતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર.

Share

ડેડીયાપાડા તાલુકાના નવાગામ પાનુડા ગામે ખાવાનું આપવા બાબતે માતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આત્મહત્યા કરતા તેનું મોત નીપજ્યું છે. આ અંગે ડેડીયાપાડા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે ફરિયાદી સરસ્વતીબેન વિનોદભાઈ કુંવરજીભાઈ વસાવા (ઉ.વ. આ ૩૬ ધંધો ઘરકામ રહે. નવાગામ (પાનુડા) નિશાળ ફળિયુ તા- ડેડીયાપાડા જી-નર્મદા)એ આપેલી ફરિયાદની વિગત અનુસાર મરનાર ફરિયાદી માતાની દીકરી ભદ્રીકાબેન વિનોદભાઇ વસાવા( રહે. નવાગામ (પાનુડા) નિશાળ ફળિયુ તા- ડેડીયાપાડાજી-નર્મદા)તા-૧૨/૦૬/રર૧ નાં રોજ સાંજનાં આશરે પાંચેક વાગે પોતાના ઘરે હાજર હતા તે વખતે આ કામના ફરિયાદીએ દીકરી ભદ્રીકાબેનને કહેલ કે , તારા પપ્પા સવારના ટ્રેકટર ઉપર ગયેલ અને આખો દિવસ જમ્યા પણ નથી અને તુ હજુ સુધી ઊંધ્યા કરે છે અને ખાવાનું પણ બનાવતી નથી તેમ કહી ઠપકો આપતા દીકરીને મન દુ:ખ થતાં સાંજના આશરે પોણા સાતેક વાગે પોતાના ઘરમાં મુકેલ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેમનું મોત નીપજ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં આવેલા રામી ડેમ ભયજનક સ્થિતિમાં.

ProudOfGujarat

ભરૂચ : વાગરામાં અજાણ્યા 3 યુવાનો દ્વારા ચપ્પુ વડે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

રાજપીપળા : પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓના ધરણાં અને રેલીનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!