Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના રામપરા ગામની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરએ બળાત્કાર કર્યો.

Share

નાંદોદ તાલુકાના રામપરા ગામની સીમમાં સગીર કન્યા ઉપર હવસખોરે મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ અંગેની આમલેથા પોલીસ મથકમાં બળાત્કાર ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

ફરીયાદીભોગ બનનાર સગીર કન્યાએ આરોપી અલ્પેશભાઇ મહેંદ્રભાઇ વસાવા (રહે.રામપરા તા નાંદોદ જી. નર્મદા) સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદની વિગત અનુસાર ભોગ બનનાર ફરીયાદી સગીર કન્યા ગત તા.૨૧/૬/૨૦૨૧ ના રોજ પોતાના ઘરેથી ભેંસ લઇને પોતાના ખેતરે ચરાવવા માટે ગયેલ તે વખતે બપોરના સુમારે આરોપી અલ્પેશભાઇ વસાવા મોટરસાઇકલ લઇ સગીર કન્યા જ્યાં ભેંસ ચરાવતી હતી ત્યા મોટરસાઇકલ ઉભી રાખી ફરીયાદી પાસે જઇ બળજબરીથી તેનો હાથ પકડેલ અને નજીકમા આવેલ શેરડીના ખેતરમાં ખેંચીને લઈ જઈ તેની મરજી વિરુધ શરીર સંબંધ બાંધેલ અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આમલેથા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

જાંબુઘોડાની ડોન બોસ્કો શાળા રાષ્ટ્રિય લેવલે ઝળકી.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે ભરૂચના સમશાદ અલી સૈયદની નિમણૂંક કરવામાં આવી.

ProudOfGujarat

દત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!