Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : સાગબારા તાલુકાના ગામ સીમની પાદરમાં એક વિધવા મહિલાની જમીનને હડપી લેવા કોશિશ કરતા નિર્ભયા ટીમે ન્યાય અપાવ્યો.

Share

હાલમાં નર્મદા જિલ્લામા નિર્ભયા ટીમ નિર્ભયા મંગલમ અભિયાનમા પી.એસ.આઇ કે .કે .પાઠકના નેતૃત્વમાં કાર્યરત છે. નિર્ભયાની મહિલા પોલીસ દ્વારા ગામે-ગામે ફરી વિધવાઓ અને વૃદ્ધા લોકોને કોઈ તકલીફ ના પડે અને સરકાર તરફથી મળતી સહાય એમને મળે તે માટે ગામડા ખૂંદી રહી છે.પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચનાથી કામ કરતી નિર્ભયા ટીમની વધુ એક કામગીરી સામે આવી છે.

જેમાં સાગબારા તાલુકાના ગામ સીમની પાદરમા એક વિધવા મહિલા વસાવા હીરાબેન ઉરજીભાઈએ નિર્ભયા ટીમને અરજી આપેલ કે મારા જમીન ઉપર મારા ગામના જ વસાવા હિતેશભાઈ કાંતિલાલ ઇરાદાપૂર્વક જમીનને હડપી લેવા કોશિશ કરી રહ્યા છે. એ જમીન ખેડવા અને મારી જમીન ઉપર ગેરકાયદેસર બાથરૂમ બનાવવા કામ કરી રહ્યા છે. જે બાબતે સાગબારાના નિર્ભયા ટીમને ફરિયાદ મળતાં તાત્કાલિક નિર્ભયા ટીમના મહિલા પોલીસ વસાવા નર્મદાબેન અને વસાવા દર્શનાબેન વિધવા મહિલા હીરાબેનને પોતાના સ્કુટી પર બેસાડી તરત જ એમના ઘેર ગયેલ અને ત્યાં જઈને એમની જમીન પાછી અપાવી અને જમીન ઉપર બાથરૂમ બનાવતા વસાવા નીતીશ ભાઈ કાંતિલાલનું કામ અટકાવી હિરાબેનને એમની જમીન પાછી અપાવી મહિલાને ન્યાય અપાવ્યો હતો. જિલ્લામા 200 થી વધુ વૃદ્ધ વિધવા મહિલાને પેંશન અપાવવાની કામગીરી કરી કોરોના કાળમાં ઘરની બહાર ન નીકળી શક્તી વૃદ્ધ મહિલાઓને નિર્ભયા ટીમે મદદનો હાથ લંબાવી મદદરૂપ થયાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

ProudOfGujarat

જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર નગરના નગરજનો તથા પંથકની જનતા માટે બિસ્માર થઈ ગયેલાં માર્ગો નવાં બનાવવાની માંગ

ProudOfGujarat

ગોધરા : સોમનાથ નગર વિસ્તારમાં આડેધડ ખોદકામને પગલે પાણીની પાઈપલાઇનો તૂટતા હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!