Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાનો વિરામ…

Share

નર્મદા જિલ્લામાં આજે જિલ્લાના કોઈ પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હોવાથી જિલ્લામાં મેઘરાજા એ વિરામ પાળ્યો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૫૫ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે, તિલકવાડા તાલુકો-૨૨૬ મિ.મિ.સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો -૧૪૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૯૯ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૬૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

Advertisement

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૩.૧૩ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૬ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૨.૫૭ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

નડિયાદ : કપડવંજમાં ડીલેવરી માટે વ્યાજ પર ૩૫ હજાર રૂપિયા લીધેલા ૧.૩૫ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની હેરાનગતિ.

ProudOfGujarat

ભરૂચનાં તાડિયા વિસ્તાર નજીક ફરાસખાનાનાં ગોડાઉનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો : એક બુટલેગરની ધરપકડ.

ProudOfGujarat

રાજપીપલા સહીત નર્મદામા વિધિવત ચોમાસાનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!