Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદાના ડેડીયાપાડા તાલુકા ખાતે ભારે વરસાદમાં વીજળી પડવાથી ચાર લોકોને ગંભીર ઇજા.

Share

નર્મદામા ભારે વરસાદમા વીજળી પડવાથી ચાર જણાને ગંભીર ઇજા થવા પામી છે. જેમાં દેડિયાપાડા તાલુકાના મોટીકોરવાઇ ગામે એક અને કહાલપુર ગામે 3 મળી કુલ ચાર જણાને ગંભીર ઇજા થવા પામી છે. તમામ અસરગ્રસ્તોને એમ્બ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર અર્થે સી.એચ.સી. દેડીયાપાડા ખાતે ખસેડાયા છે.

જેમાં તા.૧૦/૦૭/૨૦૨૧ ના રોજ સાંજના 7.15 કલાકની આસપાસ ગાજવીજ સાથે વરસાદ ચાલુ હતો. આ ચાલુ વરસાદે આકાશી વિજળી પડવાથી ૪ વ્યક્તિઓને સામાન્ય શારીરિક ઇજા થઈ હતી. આ ઇજા પામનાર અસરગ્રસ્તોને સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ મારફતે સારવાર અર્થે સી.એચ.સી. દેડીયાપાડા ખાતે લાવવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેમને પરત મોકલવામાં આવેલ છે. ઇજા પામનાર વ્યક્તિઓમા ૧) પ્રકાશભાઇ રૂપસિંગભાઇ રહે મોટી કોરવાઇ ૨) રેખાબેન પ્રકાશભાઈ, ૩) પુષ્પાબેન શૈલેષભાઇ, ૪) હંસાબેન પ્રતાપભાઇ, રહે કહાલપુર ને ઇજા થતાં આ અંગે ડેડીયાપાડા મામલતદારે રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

બાબા રામદેવજી મહારાજ મંદિર ઓરવાડા ખાતે ભવ્ય નેજા મહોત્સવ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયાના તવડી ગામે લગ્નમાં કેમ બહુ નાચતો હતો એમ કહીને એક ઇસમને માર માર્યો

ProudOfGujarat

રાજપીપલા તથા ડેડીયાપાડાના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!