Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાબરકાંઠાનાં ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચમાંથી ત્રણ આરોપી ઝડપાયા.

Share

સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરને વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઇડર પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. તો જિલ્લા પોલીસ વડે કૌભાંડની તપાસ માટે સીટની રચના કરી છે. 12 દિવસમાં પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ઝડપાયા છે. તો ત્રણેય આરોપીઓને સબજેલમાં મોકલવામાં આવ્યો છે. તો બાકીના બે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી તપાસ ટીમે હાથ ધરી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઇડરમાં ટ્રેક્ટર કૌભાંડની ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા પોલીસ વડા સીટની રચના કરી હતી. જેમાં ઇડર નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ એલસીબી પીઆઈ અને બે પીએસઆઈની ટીમ બનાવી છે અને તપાસ હાથ ધરી હતી. તો 12 દિવસમાં પાંચ પૈકી પાર્થ ચૌધરી, સુરેશ થનાજી ઠાકરડા(પરમાર), સંજય કાંતી ઠાકરડા(ચૌહાણ) ત્રણેય ઝડપી લીધા હતા અને રિમાન્ડ મળ્યા બાદ પૂછપરછ કરી હતી. તો તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા બાદ કોર્ટે સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. તો હવે સીટની ટીમે બાકીના બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક આરોપી બાદ વધુ બે આરોપીઓ ઝડપાયા બાદ છ દિવસના રીમાન્ડ મળ્યાં હતા અને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરતા બે આરોપીઓને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. વધુ બે આરોપીઓએ રિમાન્ડ દરમિયાન સૌરાષ્ટ્રમાં લીમડી, સુરેન્દ્રનગર, ભાવનગર, શિહોરી સહિતના વિસ્તારમાં આપેલાનું કબુલ્યું છે. જેને લઈને હવે તપાસ ટીમે ટ્રેક્ટરો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ બાકીના બે આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકતાં 15 ના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ગુજરાતી સ્ત્રી પર આધારિત સ્ટોરીમાં હવે ઐશ્વર્યા રાય બચ્ચન બનશે સરોગેટ માતા

ProudOfGujarat

અંકલેશ્વર કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક ખેલકૂદ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!