Proud of Gujarat
FeaturedGujaratINDIA

વેરાવળમાં જુગાર રમાતા 16 શખ્સો કુલ રૂ. 38 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયાં.

Share

વેરાવળના પોષ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસની ટીમે દરોડો પાડી જાહેરમાં લાઈટના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમતા 16 શખ્સોને કુલ રૂ. 38 હજારથી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતાં. આ તમામ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરોડાના પગલે જુગારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ હતી શહેરના પોષ વિસ્તારમાં જુગારીઓ ચૂંટણી મતદાનના આડે ગણતરીની કલાકો બાકી હોવાથી વેરાવળ સોમનાથ શહેરમાં ચુસ્ત પેટ્રોલીંગ કરી રહી છે. ગતરાત્રીના શહેરના પોષ વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે PI એસ.એમ. ઈશરાણીની સૂચનાથી ડી સ્ટાફ PSI એ.સી. સિંધવએ દેવદાન કુંભરવાડીયા, મેરામણ, પ્રદિપ ખેર, મયુર, અનિરૂદ્ધસિંહ, નદીમ શેરમહમદ સહિતના સ્ટાફએ શિવજીનગરમાં અજીતની કેબીન પાસે જાહેર રોડ ઉપર રમાતા ઘોડીપાસાના હારજીતના જુગાર ઉપર દરોડો પાડી 16 જેટલા જુગારીઓ ઝડપી લેવામાં આવ્યા હતા આ જુગારીઓના નામની યાદીમાં (1) મનસુખ કાલીદાસ મસાણી ( ખારવાવાડનો રહેવાસી) (2) દતગીરી ગણેશગીરી ગૌસ્વામી (આઝાદ સોસાયટીનો રહેવાસી) (૩) મહમદસીદીક અબ્દુલસતાર બાનવા (કાળા બાવાના તકીયાનો રહેવાસી) (4)રહીમ હુસેન સેલત (અજમેરી સોસાયટીનો રહેવાસી) (5) સચિન છગન ભાલુ (80 ફુટ રોડ રહેવાસી) (6) કીશન ગીરધર ગૌસ્વામી (ખોડીયાર મંદિર ભાલકાનો રહેવાસી) (7) કીશોર ઉર્ફે બટકો નરસી ડાભી (નાના કોળી વાડાનો રહેવાસી) (8) નદીમ યુસુફ બખોલ (અજમેરી કોલોનીનો રહેવાસી) (9) ગુલામહુસેન ઇકબાલ હુસેન નકવી (જલારામ નગરનો રહેવાસી) (10) સરવર રાજનઅલી અલ્વી (ભાલકા કોલોની બ્લોક (11) જહીરહુસેન ઇકબાલહુસેન નકવી (જલારામ નગરનો રહેવાસી) (12) હિરેન કુંદન આત્રોલીયા (શાંતીધામ-૨ તા.શાપર, રાજકોટનો રહેવાસી) (13) સૈયદઅલી અનવરહુસેન બુખારી (અરબ ચોકનો રહેવાસી) (14) કમલેશ તુલસી વધાવી રહે. કલ્યાણ સોસાયટી (15) લલીત હમીર ચાવડા (આદ્રીનો રહેવાસી) (16) પિતાંબર કનૈયાલાલ લાલવાણી (વાંણદ સોસાયટીનો રહેવાસી) પોલીસ દ્વારા આ તમામને રોકડ રૂ. 38 હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો) નું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફુલોનો શણગાર.

ProudOfGujarat

સુરત: જન્માષ્ટમીના પર્વને લઈ એક ભક્તએ ભગવાન કૃષ્ણ માટે 5 કિલો ચાંદીનું પારણું તૈયાર કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!