Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સરથાણાનાં નેચર પાર્કમાં પ્રાણીઓ અને પંખીઓને ઠંડીથી રાહત આપવા અદભૂત વ્યવસ્થા કરાઇ.

Share

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે સરથાણા નેચર પાર્ક ખાતે ઠંડીથી બચવા માટે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે.

સરથાણા નેચર પાર્કમાં મોટી સંખ્યામાં રાખવામાં આવેલા વન્યપ્રાણીઓની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા વન્ય પ્રાણીઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની સમયાંતરે કાળજી રાખવામાં આવતી હોય છે. સરથાણા નેચર પાર્કના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડૉ. રાજેશ પટેલે જણાવ્યું કે, શિયાળામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. તેના કારણે નેચર પાર્કમાં રહેલા પ્રાણીઓ પણ તેનાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને વાઘ, સિંહ, દીપડા, રીંછ સહિતના વન્યપ્રાણીઓના પાંજરા પાસે 15 જેટલા હીટર મૂકવામાં આવ્યા છે જેથી કરીને રાત્રી દરમિયાન વધારે પડતી ઠંડીના માહોલમાં તેઓ ગરમ વાતાવરણનો અનુભવ કરી શકે તેમજ પક્ષીઓના પાંજરાઓમાં પણ 200 વોલ્ટના લેમ્પ લગાડવામાં આવ્યા છે જેથી કરીને પક્ષીઓના પાંજરામાં પણ ઠંડીનો પારો ગગડી ગયા બાદ પણ પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ બની રહે.

Advertisement

Share

Related posts

ભરૂચના પરદેશી વાડ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો .

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તેની કોલકાતાની સફરની કેટલીક તસવીરો શેર કરી

ProudOfGujarat

ભરૂચ : ગૌવંશની હેરાફેરી તથા કતલનાં આરોપીને ઝડપી પાડતી બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!