Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાવિત્રી ફુલેજીની ૧૯૧ મી જન્મજયંતી નિમિત્તે વ્યારા ખાતે ફુલે દંપતીની તસવીરનું અનાવરણ કરાયું.

Share

વ્યારામાં ત્રીજી જાન્યુઆરીના રોજ સાવિત્રી ફુલેજીના 191 મી જન્મ જયંતી નિમિત્તે સંત સવિતા ફૂલ માળી સમાજ વ્યારા તથા ભારતીય બહુજન કલ્યાણ સમિતિ તાપીના સભ્યો દ્વારા વ્યારા નગરપાલિકા હસ્તક ઝંડા ચોક વ્યારા ખાતે આવેલ માતા સાવિત્રીબાઈ ફૂલે વાંચનાલયમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલેજી અને સાવિત્રીબાઇ ફૂલે દંપતીજીની તસવીરનું નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું.

આ તસવીરનાં અનાવરણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સેજલબેન રાણા, બાગ સમીતીના ચેરમેન નિમિષાબેન તરસાડીયા, સંત સાવતા ફુલ માળી સમાજની બહેનો અને લાઇબ્રેરી સમિતીના ચેરમેન સુધીરભાઇ ચૌહાણ, વિજયભાઈ ચૌહાણ, સુરેશભાઇ સાળવે, પ્રકાશભાઈ માળી, સતીશભાઇ માળી તેમજ ફુલ માળી સમાજના અગ્રણીઓ, ભાઈઓ- બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીએ પી.એમ મોદી પર એપ નિર્ભરનું નિશાન ચિંધ્યું !

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ગામોમાંથી પાર્ક કરેલ ટ્રાવેલ્સ માંથી રાત્રિના સમયે બેટરીની ચોરી કરનાર 2 શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!