Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતઃ નવ મહિનામાં 11 માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, ત્રણની હત્યા

Share

 

સૌજન્ય-D.B.સુરતઃ છેલ્લા 9 મહિનામાં જ બે વર્ષથી લઈ આઠ વર્ષ સુધીની કુલ 11 બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના પોલીસ સુધી પહોંચી છે. જેમાંથી ત્રણ બાળકી પર તો બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. એક બાળકીની તો હજુ ઓળખ પણ થઈ નથી. જાન્યુઆરી 2018થી સપ્ટેમ્બર 2018 સુધીના સમયગાળાની ઘટનાઓ જેમાં માસૂમને નરાધમોએ શિકાર બનાવી હતી.

Advertisement

(1) 11-1-18 : પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની હતી. બમરોલી રોડ પર ભાગવત સપ્તાહમાં પિતા સાથે ગયેલી બાળકીને ચોકલેટ આપવાની લાલચે અજાણ્યો યુવાન લઈ ગયો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ બાળકીને મુક્ત કરી દીધી હતી.
(2) 24-2-18 : સચિન નહેર પાસેથી 10 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી. બળાત્કાર ગુજાર્યા બાદ બાળકીની હત્યા કરી લાશ નહેરમાં ફેંકી દીધી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.
(3) 6-4-18: પાંડેસરામાં જીઆવ-બુડિયા રોડ પર અવાવરુ જગ્યાએથી 10 વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી. દિવસોની મહેનતના અંતે આ બાળકીની ઓળખ કરવામાં પોલીસને સફળતા સાંપડી હતી. બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરનારો હરસહાય ગુર્જર પકડાયો હતો. આ બાળકીની માતાની પણ હરસહાયે જ હત્યા કરી હતી અને બાળકીની લાશથી થોડે દૂરથી જ તેની માતાની લાશ મળી હતી.
(4) 13-6-18: રાંદેર પોલીસ મથકની હદમાં 8 વર્ષીય બાળકીને ચોકલેટ આપવાની લાલચે લઈ જઈ પડોશીએ જ દુષ્કર્મ આચર્યું હતું.
(5) 21-6-18 : ભટાર કેનાલ રોડ પર પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચે બોલાવી તેના પર બળાત્કાર ગુજાર્યાનો ગુનો ખટોદરા પોલીસ મથકમાં નોંધાયો હતો.
(6) 28-6-18: સચિન વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે પડોશીએ અડપલાં કર્યાની ઘટના બની હતી.
(7) 7-7-18: પાંડેસરા વિસ્તારમાં માત્ર અઢી જ વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી હતી. અને તે પણ બીજા કોઇએ નહીં તેના માનિતા મામાએ જ દુષ્કર્મ આચર્યું હતું.
(8) 7-8-18: પાંડેસરામાં જીઆવ-બુડિયા રોડ પરની ઝાડીમાંથી 4 વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ બાળકીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
(9) 18-9-18: ઉધના પોલીસ મથકની હદમાંથી માત્ર અને માત્ર બે જ વર્ષની બાળકીનું અપહરણ કરી જઈ તેના પર બળાત્કાર ગુજારવાનું ધૃણાસ્પદ કૃત્ય પડોશી દ્વારા કરાયું હતું.


Share

Related posts

લગ્ન નોંધણી માટે ઓનલાઇન સુવિધા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી.

ProudOfGujarat

અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં પાટણ જિલ્લામાંથી 66 સંઘો નોંધાયા, અનેક સંઘોની તૈયારી શરૂ

ProudOfGujarat

માંગરોળ કોસંબા માર્ગ પર કનવાડા ગામ પાસે ભેંસ સાથે ભટકાયેલા બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!