પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વિકાસના કામોથી પ્રભાવિત થઈ ૧૫૭-માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ઉમરપાડા તાલુકાના બિલવાણ ગામના સરપંચ ગીતાબેન બિપીનભાઈ વસાવા, ડે.સરપંચ નિતેશભાઈ ગુલાબભાઈ વસાવા, પંચાયત સભ્ય હંસાબેન વસાવા, નીતાબેન વસાવા, તથા માજી સરપંચ બિપીનભઈ વસાવા તેમજ અગ્રણી કાર્યકર્તા બિપીનભાઈ સહિત ૯૧ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં ચાલતા આંતરીક વિખવાદ, જુથબંધી, અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થી તંગ આવીને હંમેશ માટે કોંગ્રેસ પક્ષને રામ રામ કહી દીધા. કોંગ્રેસ પક્ષમાં હંમેશા પરીવારવાદ ચાલતો હોય છે અને પરીવાર વાદના લીધે હાલમાં કોંગ્રેસ પક્ષના ઘણા નેતાઓ કોંગ્રેસમાં રાજીનામું આપી રહયા છે. કોંગ્રેસ પક્ષમાં વર્ષો જુના નેતાઓની અવગણના કરી લોક ચાહના વગરના નવા નિશાળીયાઓ જેવા કે લોક ચાહના વગ૨ના સમાજમાં કે પ્રજામાં કોઈ પણ જાતનો યોગદાન નથી, તેવા લોકોને આગળ કરી ચુંટણી જીતવાનો બાલીસ પ્રયાસ કરે છે. ૨૫ વર્ષથી સતત કોંગ્રેસનું હારનું કારણ, કોંગ્રેસ પક્ષમાં બની બેઠેલા નેતાઓ છે. સાંસદ સભ્ય તથા ધારાસભ્ય અન્ય ચુંટણીઓમાં બુરી રીતે હારી જાય છે. કોંગ્રેસ પક્ષને હંમેશા આદિવાસી હિતની પડી નથી. કોંગ્રેસ પક્ષમાં આંતરીક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સહકારી ક્ષેત્રમાં પણ અણઆવડતના કારણે સત્તાથી વિમુખ થઈ ગઈ છે, ખોટી-ખોટી રેલીઓ તથા ખોટા આવેદનપત્ર આપી પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતી આવી રહી છે તથા સમાજ – સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવે છે અને સમાજને તોડવાનો સતત પ્રયાસ કરે છે. જેના કા૨ણે આદિવાસી વિસ્તારમાં વિકાસના કામો થતા નથી. આમ કોંગ્રેસની હાલત ૧૫૬ માંગરોળ વિધાનસભા મતવિસ્તામાં કોંગ્રેસ મુકત થવાને આવે છે. કોંગ્રેસ પક્ષ છોડી ભાજપામાં સામેલ થયેલ દરેક કાર્યકર્તાઓને પૂર્વ કેબીનેટ મંત્રશ્રી ગણપતસિંહ વસાવાએ ભાજપનો ખેસ પહેરાવી ભારતીય જનતાપાર્ટી માં આવકાર આપ્યો.
આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી સામસિંગભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દરીયાબેન વસાવા, ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા, અમીષભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા તથા તાલુકા પંચાયતના સદસ્યો, સ૨પંચો ડે. સરપંચો, કાર્યકર્તા તથા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ