Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સુરતના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી.

Share

આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે સુરત શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તોને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ મંદિરોમાં પણ ભગવાનની પૂજા અર્ચના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.

શહેરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. સવારથી અત્યાર સુધી મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી છે. ભક્તો પૂજા-પાઠ, દૂધ અભિષેક, બિલ્વીપત્ર ચડાવીને મહાદેવને પ્રસન્ન કરી રહ્યાં છે. તેમજ ઘણા ભક્તોને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ઉપવાસ હોવાથી પણ ભગવાનના દર્શન કરવા ઉમટ્યાં છે.

Advertisement

મંદિરો દ્વારા શ્રાવણ માસને લઈને રોજે રોજ અલગ અલગ આયોજન કરવામાં આવતાં હોય છે. ત્યારે શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવને વિશેષ શણગાર મંદિરોમાં કરવામાં આવ્યો છે. સાથે જ અલગ અલગ કાર્યક્રમો પણ મંદિર દ્વારા કરવામાં આવ્યાં છે.


Share

Related posts

રાજપીપલા નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના અસરગ્રસ્ત પરિવારોને ફુડ પેકેટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની પાછળની ગલીમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

નડિયાદમાં આશા બહેનોએ અનિયમિત પગારના કારણે જિલ્લા કલેકટર સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!