Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરા વિસ્તારમાં કાર રેલિંગ પર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સર્જાતા એક સમયે લોકોમાં દોડધામ મચી હતી, પુરપાટ ઝડપે આવી રહેલી કાર અનિયંત્રિત થતા આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત નડયો હતો.

પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલ બી.આર.ટી એસ.રેલિંગ પર ફોર વહીલ ગાડી ચઢી જતા આ અકસ્માત સર્જાયો હતો, જે બાદ એક સમયે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી, જોકે સદનસીબે સમગ્ર ઘટના ક્રમમાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

રાજપારડીમાં પોલીસ જવાનો માટે રહેણાંકો ક્યારે બનાવાશે ? જગ્યાની ફાળવણી થઇ ગઇ છે,ત્યારે જલ્દીથી પ્રોસેસ પૂર્ણ કરાય તે જરૂરી.

ProudOfGujarat

ભરૂચ : સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમીટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) નાં અધ્યક્ષશ્રી અને મુખ્યમંત્રીએ એવોર્ડ સ્વીકાર્યો.

ProudOfGujarat

ભરૂચ કોર્ટ રોડ પર મહાકાય લીમડા નું વૃક્ષ રસ્તા વચ્ચે જ તૂટી પડતા દોડધામ, વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!