Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ડિફોલ્ટરર્સ વધતાં લોન પર બેંકોની બ્રેક

Share

એક તરફ વિશ્વના સૌથી વધુ ઝડપે વિકાસ પામતા શહેર સુરતમાં તેજ ગતિએ ચાલી રહેલી ધંધાકીય ગતિવિધિઓની ભીંતરમાં ડોકીયું કરતા એવી વિગત જાણવા મળી કે બેંકોના લોન ડિફોલ્ટરોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેના કારણે જ બેંકોએ લોન ધિરાણ આપવા પર બ્રેક મારવાની ફરજ પડી છે. પરિસ્થિતિ તો એવી છે કે પબ્લિક સેક્ટર બેંકોને એક તરફ સરકારનો અભિગમ મુક્તપણે ધિરાણ આપવા અને ધિરાણનો લક્ષ્‍યાંક વધારવાનો રહ્યો છે અને બીજી તરફ બેંકો પાસેથી ધિરાણ લેનારાઓ લોનના હપ્તા ભરપાઇ કરતા નથી.

સુરતમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી જુદી બેંકોએ કમસે કમ 6875 જેટલા લોન ડિફોલ્ટરોની સામે સરફેસી એક્ટ હેઠળ પગલાં ભરવા માટે સુરતના જિલ્લા કલેક્ટરને અરજીઓ સોંપી છે.

Advertisement

મળતી માહિતી મુજબ સુરત શહેર જિલ્લાની જુદી જુદી બેંકોએ 2019-20 માં 1750 જેટલા લોન લેનારાઓ કે જેમણે ત્રણ કરતા વધુ હપ્તા ભર્યા ન હતા, તેમને હપ્તા ભરવા માટે સમજાવાયા છતાં તેઓએ લોન લીધા બાદ રિપેમેન્ટ નહીં કરતા બેંકોએ 1750 લોનધારકો સામે સરફેસી એક્ટ હેઠળ પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટર કચેરીને કેસો સુપરત કર્યા છે. આ આંકડો પ્રી કોવીડ એટલે કે કોવીડ પહેલાનો છે. એ પછી કોવીડના વર્ષમાં 2020-2021માં લોન ડિફોલ્ટરોની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં 42 ટકા જેટલો ધરખમ વધારો થયો હતો. આ વર્ષમાં 2778 જેટલા લોન ધારકો કાચા પડ્યા હતા અને જુદી જુદી બેંકોએ ધિરાણકર્તાઓ સામે સરફેસી એક્ટ હેઠળ પગલાં ભરવા માટે કલેક્ટરને ફાઇલ સુપરત કરી છે. અને એ પછી સતત ત્રીજા વર્ષે 2021-22માં 2347 લોન ધારકોએ લોન ભરવાનું બંધ કરી દેતા બેંકોએ ફરી તેમની સામે સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે ફરજ પડી છે. આમ અત્યાર સુધીમાં સુરત કલેક્ટર સમક્ષ સરફેસી એક્ટ હેઠળ 6875 જેટલા લોનધારકો સામે પગલાં ભરવા માટે બેંકોએ લેખિતમાં જણાવ્યું છે.

ધિરાણ બાબતે બેંકોની પરિસ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી બની રહેવા અંગે સુરતના જાણિતા બેંકર આનંદભાઇએ નવગુજરાત સમયને જણાવ્યું કે સ્વાભાવિક છે કે ડિફોલ્ટરની સંખ્યા વધે એટલે બેંકના પરફોર્મન્સ પર તેની વિપરીત અસર થાય અને છેક રિઝર્વ બેંક સુધી તેની નોંધ લેવાય, આથી હવે બેંકોએ લોન આપતી વખતે પેરામીટર્સને કડકાઇપૂર્વક જાળવવાનો અભિગમ અપનાવવો પડ્યો છે. ખાસ કરીને લોન અરજી કરનારની રિપેઇંગ કેપેસિટી ચકાસવા માટે બેંકો ઓન અને ઓફ ધ ફિલ્ડ દરેક પ્રકારે પ્રયાસો કરે છે. સિબિલનો સ્કોર પણ માપદંડ તરીકે નજરમાં રાખવામાં આવે છે.

સરફેસી એક્ટ શું અને તેનો અમલ કોણ કરે
સરફેસી એક્ટ એટલે સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટીઝ ઇન્ટરેસ્ટ એક્ટ 2002. આ એવો કાયદો છે જેમાં બેંકોના નાના અને મધ્યસ્તરના ડિફોલ્ટ થયેલા ધિરાણ લેનારાઓએ લોન લેવા સમયે તારણમાં આપેલી મિલકતોને જાહેર હરાજીથી વેચાણ કરીને તેમનું ધિરાણ વસૂલ કરવાની સત્તા મળેલી છે. સરફેસી એક્ટનો અમલ જે તે જિલ્લામાં જિલ્લા કલેક્ટરને હસ્તક હોય છે.


Share

Related posts

ઓવૈસીની પ્રથમ સભા:ભરૂચમાં મંચ પરથી ઓવૈસીએ કહ્યું,‘આ ગુજરાત ગાંધીનું છે, આ ગુજરાત છોટુ વસાવાનું છે, વંચિત સમાજને એક કરવા ગુજરાત આવ્યો’

ProudOfGujarat

ભાવનગરમાં 70 થી વધુ લારી-ગલ્લાના દબાણ મહાપાલિકાએ દુર કરતા દોડધામ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કેટલું થયું જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!