Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં બરડી ગામે વિજ સબ સ્ટેશનનાં કોપર ચોરીના નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Share

ઉમરપાડા તાલુકાના બરડી ગામે વીજ સબ સ્ટેશનમાંથી કોપરની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને પોલીસે ઉમરપાડા બસ સ્ટોપ પરથી ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના ઉમરપાડા પોલીસ મથકના પો.સ.ઈ બાલકૃષ્ણ ગામીતને આપવામાં આવતા તેમણે ચોક્કસ દિશામાં વર્ક આઉટ કરી આરોપીઓને કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન હે. કો.પ્રફુલભાઈ સાકરભાઇ અને પો.કો. ગોપાલભાઈ ભગતભાઈને બાતમી મળી હતી કે પાંચ માસ પહેલા બરડી ગામે જેટકો વીજ સબ સ્ટેશનમાંથી થયેલ કોપરની ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સાજીદ S/O ઇલ્યાસ ઉર્ફે બાબુભાઈ કારા (રહે શાહ ગામ તાલુકો માંગરોળ ) ઉમરપાડાના બસ સ્ટેશન પાસે ઊભો છે જેથી પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા બાતમીવાળા સ્થળેથી આરોપીને ઝડપી લેવામાં આરોપી અંગે તપાસ કરતાં તેના વિરુદ્ધ ઉમરપાડા અને ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાના લસકાણામાં 24 વર્ષના સગા મામાએ 14 વર્ષની ભાણેજ પર આચર્યું દુષ્કર્મ

ProudOfGujarat

આગામી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

રાષ્ટ્રીય લોક અદાલત એક જ દિવસમાં ૨૩૫૫૯ કેસોનો નિકાલ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!