Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં કોરોના પોઝીટીવ દર્દીના ઘરની બહાર હોમ કોરોન્ટાઈન બોર્ડ લગાવવાનું શરૂ કરાયું

Share

સુરતમાં રવિવારે કોરોનાના આઠ દર્દીઓ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ડબલ આંકડામાં પહોંચી જતાં સુરત પાલિકાના આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સુરતમાં જે દર્દીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે અને ઘરે સારવાર લઈ રહ્યાં છે તેવા દર્દીઓના ઘર બહાર પાલિકા તંત્રએ હોમ ક્વોરન્ટાઇન બોર્ડ લગાવવા સાથે પરિવારના અન્ય સભ્યોના ટેસ્ટીંગની કામગીરી પણ શરૂ કરી છે. પાલિકા તંત્રએ ફરીથી ક્વોરન્ટાઇનના બોર્ડ લગાવવાનું શરૂ થતા લોકોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતમાં કોરોના કાળ દરમિયાન કોરોના કંટ્રોલ કરવા માટે હોમ ક્વોરન્ટાઇન ઉપરાંત એરિયા ક્વોરન્ટાઇનની થીયરી અપનાવવામાં આવી હતી. જોકે, છેલ્લા એક વર્ષથી સુરતમાં કોરોનાના કેસ નહિવત થઈ ગયા હતા. પરંતુ એક સપ્તાહ પહેલાં કોરોનાના કેસ ડબલ ડિજીટમાં થવા ઉપરાંત હાલમાં એટ્રેક્ટિવ કેસ પણ 50 થઈ જતાં પાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પાલિકાએ સંક્રમણ અટકાવવા માટે અસરકારક થીયરીનો ઉપયોગ શરૂ કર્યો છે.

Advertisement

સુરત શહેરમાં હાલમાં ડબલ ઋતુ હોવાથી શરદી-ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવા દર્દીઓમાં જ કોરોનાના દર્દીઓ હોવાથી પાલિકા તંત્રએ લોકોને કોવિડનો ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. જેના કારણે કોવિડના દર્દી ઓળખાઈ જાય અને તેઓને કોરોન્ટાઈન કરવામાં આવે તો સંક્રમણ અટકાવી શકાય તેમ છે. જેના કારણે પાલિકાના આરોગ્ય વિભાગે કોરોનાના દર્દીઓને ઓળખીને તેઓને અલગ રાખવા માટેની કામગીરી શરૂ કરી છે.

આજે સવારથી સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર અને લિંબાયત ઝોન ઉપરાંત અન્ય વિસ્તારમાં પોઝીટીવ દર્દીઓના ઘરે ક્વોરોન્ટાઈનના બોર્ડ લાગતાં આસપાસના રહેવાસીઓમાં વધુ એક વખત કોરોનાને લઈને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે, સુરત પાલિકાએ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા પરિવારજનોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને સંક્રમણને અટકાવવા માટે જ સાત દિવસ સુધી દર્દીઓ અને પરિવારજનોને ક્વોરોન્ટાઈન રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. લાંબા સમય બાદ સુરતમાં હોમ કોરોન્ટાઈનના બોર્ડ જોતાં લોકોમાં ગભરાટ થઈ રહ્યો છે. પરંતુ પાલિકા તંત્રએ અપીલ કરી છે કે, જે વ્યક્તિઓને લક્ષણ હોય તેઓએ ટેસ્ટ કરાવી લેવા જેના કારણે દર્દીઓની ઓળખ થાય અને સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તેમ છે.


Share

Related posts

એલએન્ડટી ફાઈનાન્સના ઈએમઆઈ પ્રોટેક્ટ પ્લાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ ગ્રાહકોને આવરી લીધા

ProudOfGujarat

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ProudOfGujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ, વાજતે ગાજતે થયેલ આપ, બીટીપીનું ગઠબંધન તૂટ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!