Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ઉધનામાં રોડ ક્રોસ કરતા યુવકને રિક્ષા ચાલકે અડફેટે લેતા મોત નીપજયું

Share

સુરતના ઉધના વિસ્તારમાં રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડેફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચી હતી. ગતરોજ રાત્રે ભેસ્તાન ખાતે આવેલી મૌસવ કંપનીમાં નોકરી પરથી ગણેશ અને તેના પાડોશી હરીશભાઈ પટેલ પરત ઘરે આવી રહ્યા હતા. દરમિયાન ઉધના દરવાજા તરફ ઉતરતા બ્રિજના નાકા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડેફેટ લઈ ફંગોળ્યા હતા. રિક્ષા(GJ-05-BY-3992)ની અડેફેટ આવી ગણેશ પટકાતા હાથ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108 ની ટીમે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ગણેશને હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ ગણેશને મૃત જાહેર કર્યો હતો. યુવકને અડેફેટે લઈ મોતને ઘાટ ઉતારગાર રિક્ષાચાલકની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. અકસ્માત સમયે રિક્ષા પૂરપાટ ઝડપે હોવાથી રિક્ષા ચાલકને અન્ય એક યુવકને પણ અડેફેટે લેતા ઈજા પહોંચી હતી. જો કે, તેને સામાન્ય ઈજા થઈ હોવાથી તે સ્વસ્થ છે.

Advertisement

Share

Related posts

લીંબડી મોટાવાસ વિસ્તારનાં નાકે કચરો, દારૂની થેલીઓનો ઢગલો થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ProudOfGujarat

સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉમંગભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ફેર એવોર્ડ જીત્યો અને 50 લાખના માઈકલ સિન્કો ડિઝાઈનર બ્લુ એમ્બેલિશ્ડ ગાઉનમાં સૌને ચોંકાવી દીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!