Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પાલિકાની સીટી બસમાં ડ્રાઇવર બાદ કંડકટરની બેદરકારી સામે આવી

Share

સુરત પાલિકાની સીટી બસના ડ્રાઈવ ડ્રાઈવરને બેફામ ગાડી ચલાવતા તેને સસ્પેન્ડ કરાયા બાદ મોડી સાંજે પૈસા લઈ અને મુસાફરોને ટિકિટના આપતી મહિલા કંડકટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવતી સિટી બસ સામે છેલ્લા ઘણા વખતથી અનેક આક્ષેપો થઈ રહ્યા છે. સીટી બસમાં મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટનો અપાતી હોવાની ફરિયાદ સામાન્ય બની ગઈ છે. આવી જ એક ફરિયાદ મેયરને મળી હતી. 147 રૂટની બસ નંબર જીજે-5 બીઝેડ 3962 બસમાં મહિલા કંડકટર મુસાફરો પાસે પૈસા ઉઘરાવી લે છે પરંતુ ટિકિટ આપતી નથી. આ અંગેની ફરિયાદ બાદ મેયરે સમગ્ર પ્રકરણમાં તપાસ સોંપી હતી. તપાસમાં ફરિયાદનું તથ્ય બહાર આવ્યું હતું અને કંડકટર ટિકિટ આપતા ન હોવાનું બહાર આવતા મહિલા કંડકટર ઉર્મિલા વેકરીયાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી હાઇવે સર્કલ પાસે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એકનુ મોત.

ProudOfGujarat

રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

નર્મદામાં ઇ-ટેન્ડર પ્રથા બંધ કરી સરપંચને થતો અન્યાય બંધ કરવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા ની C.M.ને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!