Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા

Share

સુરત જિલ્લાના આદિવાસી બહુલ એવા ઉમરપાડા તાલુકાની સાત સરકારી પ્રાથમિક શાળાના ૧૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણના ઉત્થાન માટે સહયોગ આપવા માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન-હજીરા વચ્ચે એમ.ઓ.યુ. કરાયા છે. ગત વર્ષોમાં ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ સરકારી શાળાના ૩૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉત્થાન સહાયક તરીકે સહયોગી શિક્ષક કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં ૧૨૨ જેટલી સરકારી શાળાના ૧૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અદાણી દ્વારા નિમણૂક પામેલા ઉત્થાન સહાયક શિક્ષકનો લાભ લઈ રહ્યા છે.

અદાણી ફાઉન્ડેશન-હજીરાના સીએસઆર હેડ પ્રિયેશ રાઠોડ, પ્રોગ્રામ મેનેજર (શિક્ષણ) ડૉ.આશુતોષ ઠાકર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.દિપક દરજી વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ‘ઉત્થાન સહાયક’ નામના પૂરક શિક્ષકોના સહયોગથી અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ વિસ્તારોમાં હાલની શૈક્ષણિક મશીનરીને મજબૂત કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું બીડું ઉઠાવ્યું છે. આ હેતુ માટે, તે શાળાઓમાં પર્યાપ્ત સંસાધનો અને સુવિધાઓ ઉભી કરાઈ છે. ગુજરાતમાં મુન્દ્રા (કચ્છ)માં ૭૫ શાળાના ૧૧,૦૦૦ વિદ્યાર્થીઓ, દહેજ (ભરૂચ)ની ૧૫ શાળાના 3,00૦ વિદ્યાર્થીઓ અને સુરતના હજીરા પાસેના ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની ૨૫ શાળામાં ૩૧૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે કાર્યરત છે. આદિવાસી વિસ્તાર ઉમરપાડા તાલુકાના સાત સરકારી શાળાના ૧૪૦૦ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોનો લાભ મળશે.

Advertisement

દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણનો અધિકાર છે. ઉત્થાન પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ વિસ્તારોમાં શૈક્ષણિક રીતે પાછળ રહેલા વિદ્યાર્થીઓ જેને પ્રિય વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે; આવા બાળકોને લેખન, વાંચન અને ગણન સારી રીતે શીખવવામાં આવશે. તેમજ ભણતરની સાથે તાલીમ પણ આપવામાં આવશે. આ શાળાઓમાં શિક્ષણ આપનાર વિદ્યાર્થીઓ ઉત્થાન સહાયક તરીકે ઓળખાય છે, ઉત્થાન પ્રોજેક્ટમાં પ્રાથમિક શાળાઓના શિક્ષણ અને વિદ્યાર્થીઓના જ્ઞાનસ્તરને ઊંચું લઇ જવાનું ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોનું પાયાથી શિક્ષણ મજબૂત કરવાનું લક્ષ્ય છે. નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ અને નિપુણ ભારતની યોજનાના વિચારની સાથે જોડાયેલુ છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ વાહનોમાં તોડફોડ કરતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

ભરૂચના ફુરજા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર ૧૫ દિવસથી વહેતુ અત્યંત દૂષિત પાણીના કારણે ૨૦ થી વધુ પરિવાર ઝાડા-ઊલટીના વાવડમાં સપડાયા…અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોક અપ થઇ જતાં ૧૫ દિવસથી જળબંબાકાર…

ProudOfGujarat

ઝધડીયા : પીપરીપાન ગામે દસેરા ના દિવસે રાષ્ટ્રગીત ના ગાન સાથે નવરાત્રી પર્વ સંપન્ન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!