Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ

Share

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સુરત ખાતે રાજ્યકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે જેમા વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે.

રાજ્યમાં અનેક જગ્યાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત ખાતે રાજ્યક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે જ્યા એકસાથે લગભગ દોઢ લાખ જેટલા લોકો એકસાથે યોગ કર્યા હતા. આજે વહેલી સવારથી જ લોકો યોગ કરવા માટે પહોંચ્યા હતા અને આ માટે અંદાજે 250 જેટલી સ્કીન મૂકવામાં આવી હતી. આ રાજ્યક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતા હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં 60 હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

સુરતમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે https://suratidy2023.in લિંક પર રજિસ્ટ્રેશન કરવા અપીલ કરી હતી જેમાં ગઈકાલે સાંજ સુધીમાં 2.16 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે સવારે સુરતના અનેક વિસ્તાર માંથી લોકો Y જંકશન પર યોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં દોઢ લાખથી વધુ લોકોએ યોગ કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. આ પહેલાં રાજસ્થાનના કોટામાં 2018 માં વિશ્વ યોગ દિવસે 1.09 લાખ લોકોએ એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ યોગ દિવસે ભેગા થયેલા લોકોનું કાઉન્ટીંગ કરીને આ એક વર્લ્ડ રેકોર્ડની જાહેર કરી હતી અને આ રેકોર્ડનું પ્રમાણપત્ર ગુજરાતના મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું.

Advertisement

સુરતમાં વિશ્વ યોગ દિવસે એક સાથે દોઢ લાખથી વધુ લોકોએ યોગ કરીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. સુરતીઓ Y જંકશન ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરતમાં યોગ દિવસ વિશ્વ રેકોર્ડમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને ઉમટી પડતાં પાલ-ઉમરા બ્રિજ સહિત અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયા હતા. પોલીસ અને સ્વયંસેવકોએ ટ્રાફિક વ્યવસ્થા હળવી કરી હતી.

આજે 9 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે યોગ દિવસ થીમ પર વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે. આ દરમિયાન ભારત સહિત આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિશ્વની સાથે સાથે રાજ્યભરમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.


Share

Related posts

વાંસદા માં ઝાડા ઉલટી ના એક સાથે 18 કેસો સામે આવતા આરોગ્ય તંત્ર હરકત માં

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

ઉમરપાડા નસારપુર ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!