Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બોગસ બિલ બનાવી 1.54 કરોડની કસ્ટમ ડ્યૂટીની ચોરી કરનારા મુંબઈના એજન્ટની સુરતમાંથી ધરપકડ

Share

સુરતમાં ઇકો સેલે એક મોટી કાર્યવાહી કરી છે. વિદેશથી આવતો માલ કસ્ટમમાંથી છોડાવી મુંબઈના એજન્ટે દોઢ કરોડથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી કરી હતી. આ એજન્ટને ઇકો સેલે શહેરના લાલ દરવાજા વિસ્તારમાંથી દબોચી લીધો છે. ઇકો સેલે મુંબઈના કિરણ ભરત ભાનુસાળીની સુરતમાંથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ઇકો સેલને બાતમી મળી હતી કે, સચિનની એક દવા બનાવતી કંપનીને મુંબઈના સીએચએ એજન્ટે ચીનથી રૂ.1.91 કરોડના માલની સામે માત્ર 37 લાખ ભરી બાકીના રૂ. 1.54 કરોડના બોગસ બિલ બનાવી કસ્ટમ ડ્યૂટીની ચોરી કરી છે. આથી ઇકો સેલે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી લાલ દરવાજા વિસ્તારમાંથી સીએચએ એજન્ટ કિરણ ભરત ભાનુસાળીની ધરપકડ કરી છે.

Advertisement

માહિતી મુજબ, આરોપીને કિરણને સીએચએ તરીકે રોકવામાં આવ્યો હતો. દરમિયાન કંપનીએ એક વર્ષમાં 1.91 કરોડનો માલ મગાવ્યો હતો, જેની સામે આરોપી કિરણે બોગસ બિલો બનાવી માત્ર 37 લાખ જ ચૂકવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે 1.31 કરોડની નોટિસ ફટકારતા આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. જો કે, આ નોટિસ બાદ કંપનીએ તપાસ કરતા આરોપી કિરણનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Share

Related posts

જંબુસરમાં વહી ઉલ્ટી ગંગા : જંબુસર નગરપાલિકામાં સમિતિની રચના સમયે સભામાં મોટા માથાઓ માસ્ક વગર હાજર રહ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નવા વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા ચેરમેન શ્રી ઓની વરણી માટેની સભામાં કોંગ્રેસના જ સસ્પેન્ડેડ એક સભ્ય દ્વારા હોબાળો મચાવાયો હતો.જેના કારણે એક સમયે સભા ખંડ માં માહોલ ગરમાયો હતો…..

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!