Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં સુંવાલી દરિયા કિનારે 4.79 કરોડનું 9 કિલો ચરસ મળતા તપાસનો ઘમઘમાટ, બીચના 4 કિમી વિસ્તારમાં 40 પોલીસકર્મીનું સર્ચ ઓપરેશન

Share

સુરતમાં હજીરા સુંવાલી બીચના દરિયા કિનારે બે દિવસ પહેલા ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો, આથી હવે પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. બે દિવસ પહેલા સુંવાલીના ઝાડી ઝાંખરાવાળીમાં અંદાજે રૂ. 4.79 કરોડની કિંમતનો 9 કિલો જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે એટીએસને જાણ કરી સુરત પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. બીચના કિનારે પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

કેસમાં કાર્યવાહી કરી એસઓજી પોલીસની ટીમે સુરતમાં સુંવાલી બીચ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીચના ઝાડી ઝાંખરામાં પોલીસની 40થી વધુ પોલીસકર્મીની ટીમ દ્વારા ફરી એક વખત ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. અંદાજિત 4 કિમી સુધી બીચના ખૂણે-ખૂણે તેમ જ ત્યાં આવેલી ઝાંડી-ઝાંખરામાં તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતના દરિયા માર્ગે પ્રથમ વખત ચરસની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો હતો. અંદાજે રૂ.4.79 કરોડનો 9.590 કિલો અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો, જેને લઈને સુરત એસઓજી પોલીસની ટીમે બીચ વિસ્તારમાં તપાસ આદરી છે.

Advertisement

છેલ્લા એક મહિનામાં મેરી ટાઈમ બોર્ડ પાસેથી કેટલા વિદેશી જહાજો આવ્યા હતા, કેટલા પેસેન્જર આવ્યા હતા, તે અંગેની વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. સુંવાલીના દરિયા કિનારે કરોડોનું અફઘાની ચરસ કઈ રીતે આવ્યું તે બાબતે એસઓજી, પોલીસ તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે, બે દિવસ પહેલા બાતમીના આધારે સુરત પોલીસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુંવાલી બીચ દક્ષિણ દિશા તરફ દરિયા કિનારે ઝાડી ઝાંખરાવાળી જગ્યામાંથી અફઘાની ચરસનો જથ્થો ઝડપ્યો હતો. પ્લાસ્ટિકના એરટાઈટ રેપરથી પેક કરેલા પેકિંગમાં આ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેના પર અરબી ભાષામાં અફઘાન પ્રોડક્ટ લખેલું હતું.


Share

Related posts

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ આવેદન આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં અછોડાતોડ પકડાયા.

ProudOfGujarat

ભરૂચ ના વોર્ડ નંબર ૮ માં નગર સેવકોનો સ્થાનિકો એ ઘેરાવો કર્યો.પીવાના પાણી થતા ઉભરાતી ગટરો ના સામ્રાજ્યથી સ્થાનિકોનો મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!