Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ઉધનાના એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

Share

સુરતના ઉઘના વિસ્તારમાં એક એમ્બ્રોડરીના કારખાનામાં આજે વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતા દોડધામ મચી હતી. સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ત્રણ અલગ અલગ સ્ટેશનની કુલ 8 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જવાનોએ બારીના કાચ તોડી અંદર પ્રવેશી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

ત્રણ ફાયર સ્ટેશનની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

Advertisement

મળતી માહિતી મુજબ, સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સુમન દેસાઈની વાડીમાં એક એમ્બ્રોડરીના કારખાનામાં વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા માન દરવાજા, નવસારી બજાર અને મજૂરા ફાયર સ્ટેશનથી કુલ 8 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો ઓક્સિજન બોટલ સાથે બારીના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની આશંકા

ફાયરના એક અધિકારીના જણાવ્યા મુજબ, ઘટના સવારે લગભગ 8 વાગ્યાની છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માની શકાય છે. જો કે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતું, કારખાનામાં રાખેલ મશીન, કપડાં અને અન્ય માલસમાન બળીને ખાખ થયા છે. આગ પર કાબૂ મેળવવામાં 40થી 45 મિનિટ જેટલો સમય લાગ્યો છે. જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અને સુરક્ષા કવચ સાથે આગમાં કૂદી જીવના જોખમે આગ પર કાબૂ મેળવ્યો હતો.


Share

Related posts

માંગરોળ : ખેડૂત શિબિરને સફળ બનાવવા તાલુકા પંચાયત સભાખંડમાં બેઠક યોજાઇ.

ProudOfGujarat

વડોદરાની ભાયલી પોસ્ટ ઓફીસનાં બે નિવૃત્ત અને એક સસ્પેન્ડેડ કર્મચારીએ મળીને રૂ.7.99 લાખનું કર્યું કૌભાંડ.

ProudOfGujarat

ગોધરા શહેરની સાર્વજનિક કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષાના છેલ્લા દિવસે પીઠી ચોળીને પરીક્ષા આપતો યુવાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!