Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી વરસાદ, વલસાડમાં મધુબેન ડેમ છલકાતા દરવાજા ખોલાયા

Share

સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભરુચ, વલસાડ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. સુરતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ઓલપાડ સહીતના વિસ્તારોમાં જોવા મળ્યો હતો.

ગઈકાલ બાદ આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ માહોલ જામ્યો હતો. વરસાદના કારણે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સર્જાઈ છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

વલસાડમાં પણ વરસાદી માહોલ ગઈકાલથી જામ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમ છલકાતા દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

દર કલાકે 65 હજાર 380 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 78.60 મીટર ડેમની સપાટી છે ત્યારે 8 દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. નદીમાં 43 હજાર 900 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે 21 માર્ગો વલસાડના ભારે વરસાદના પગલે બંધ થયા છે.


Share

Related posts

આવશ્યક વસ્તુઓની આડમાં અન્ય ધંધાઓ ના ચાલે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું.

ProudOfGujarat

આમોદનાં પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે ગરીબ પરિવારનાં લોકોને ભુખ્યા સુવાનો વારો આવ્યો હોવાની બૂમો ઉઠવા પામી હતી.

ProudOfGujarat

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!