Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં વડતાલ સ્વામીનારાયણના સાધુએ ભગવો લજવ્યોઃ પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર બે વખત દુષ્કર્મ કર્યું

Share

 
સૌજન્ય/સુરત: ધર્મના નામે ધતિંગ કરતા સાધુની શૈતાનીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે વડતાલ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરના 24 વર્ષના રસોડું સંભાળતા સાધુએ મંગળવારે પૈસાની મદદના બહાને 20 વર્ષની યુવતી પર રેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. યુવતીના પિતા હાર્ટના પેશેન્ટ છે અને માતાની આંગળીમાં ફ્રેક્ચર હોવાથી પૈસાની જરૂર હતી.

15 દિવસ પહેલા પણ યુવતી સાધુ પાસે આવી હતી તે વખતે પણ સાધુ તેને હવસનો શિકાર બનાવી હતી. ડભોલી સ્વામીનારાયણ મંદિરની બાજુમાં સાધુઓ માટે રહેવા માટે રૂમો બનાવી છે. રસોડું સંભાળતા સાધુએ મંગળવારે યુવતીને ત્યાં પૈસા લેવા માટે બોલાવી હતી. બપોરના સમયે મંદિરમાં કોઈ ન હોય એવા સમયે બોલાવી હવસ સંતોષી હતી. 15 દિવસ અગાઉ પણ તેને દુષ્કર્મ કર્યું હતું. બબ્બેવાર રેપ કરતા આખરે કંટાળેલી યુવતીએ આ ઘટનાની તેના પિતાને વાત કરી હતી. જેથી તેઓ ત્યાં દોડી આવ્યા હતા.

Advertisement

યુવતીએ હિમ્મત દાખવીને તાત્કાલિક મહિલા હેલ્પલાઈન 181 અને કતારગામ પોલીસને જાણ કરી હતી. કતારગામ પોલીસે ત્યાં દોડી આવી સાધુને પકડી પહેલા ચોકબજાર પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. બાદમાં હદ કતારગામ પોલીસની આવતા આખરે સાધુને કતારગામ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો. યુવતીએ સાધુની સામે રેપનો ગુનો નોંધાવ્યો હતો. મોડીરાત સુધી પોલીસે સાધુના નામ બાબતે કોઈ ફોડ પાડયો ન હતો. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર સાધુનું નામ કરણસ્વામી છે. માત્ર પૂછપરછ માટે લાવ્યા હોવાનું રટણ કર્યું હતું. પોલીસે આઇપીસીની કલમ 376-એ, 506/2 હેઠળ ગુનો નોંધ્યો હતો.

યુવતીના માતા-પિતાને બીમાર છે

યુવતીના પિતાને હાર્ટની તકલીફ હોવાથી કામ-ધંધો કરી શકતા ન હતા. માતા સાડી પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી પરંતુ તેને આંગળીમાં ફ્રેક્ચર હોવાથી કરી શકતી ન હતી. યુવતી પણ સાડીમાં ધાગા તોડવાનું કરતી હતી, કામ છૂટી જતા એક મહિલાએ તેને સાધુ પૈસાની મદદ કરશે તેવી વાત કરી હતી. આ બાબતે મહિલાએ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુને વાત કરી હતી. મદદના બહાને બોલાવી સાધુએ તેને પીંખી હતી….


Share

Related posts

ભરૂચ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ આયોગનાં સીમા ચિન્હરૂપ ચુકાદો.

ProudOfGujarat

ભરૂચ ના કસક ગરનાળા વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક ટ્રેલર ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ડિજીટલ ફેસીલીટેશન ઓફ બેન્ક મિત્ર કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન શિબીર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!