Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીમાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી આગ બુજાવી

Share

સુરતના ઘોડાદ્રા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડીમાં એકાએક આગ લાગી હતી. પટેલ નગર પાસેના બ્રિજ નીચેથી પસાર થતા સમયે એકાએક ટેમ્પામાંથી ધુમાડા નીકળવાના શરૂ થતા ચાલકે ગાડી રોડની સાઈડ પર ઉભી કરી દીધી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરતા ટીમે ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ગોડાદરા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી કોર્પોરેશનની ગાડીમાં અચાનક આગ લાગી હતી. આગની ઘટનાને પગલે આસપાસથી પસાર થતાં વાહન ચાલકોમાં ભય દેખાયો હતો. આ ઘટનામાં ગાડીમાં કામ કરતાં કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતાં ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ડોર ટુ ડોર કચરો એકઠો કરતો ટેમ્પો સીએનજી હોવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

લોકડાઉન વચ્ચે ઉમરપાડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકોને ઓનલાઇન શિક્ષણનો મહાયજ્ઞ.

ProudOfGujarat

વાંકલ : ઘાણાવડ ગામે 1000 કી.ગ્રા શાકભાજીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

વડોદરા : દાદાગીરી પર ઉતર્યા પોલીસ કર્મચારી : ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!