Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગરનાં સેક્ટરોમાંથી 28 સાયકલ ચોરી જનારા બે ઈસમ પકડાયા

Share

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા શહેરના અલગ અલગ સેક્ટરોમાંથી સાયકલ અને મોબાઈલ ચોરી જનારા બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જેમની પાસેથી ૨૮ સાયકલ અને ચાર મોબાઈલ મળી ૧.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે તેને અટકાવવા અને અગાઉ બનેલા ગુનાઓ શોધવા માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસને સુચના આપવામાં આવી છે. જેના પગલે ગાંધીનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ રહીને આ પ્રકારના ગુના ઉકેલવા માટે તાકીદ કરવામાં આવી હતી. દરમિયાનમાં બાતમીના આધારે એલસીબીની ટીમે સેક્ટર ૨૪ ઇન્દિરા નગર વસાહતમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે અજરૃ ઉમરખાન બલોચને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ચાર મોબાઇલ અને ૨૪ જેટલી સાયકલો કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ સેક્ટર ૨૧ માં રહેતા મુકેશ ચેતનભાઇ ભુંડિયાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પાસેથી ચાર સાયકલ કબજે કરવામાં આવી હતી. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે કબુલાત કરી હતી કે, ગાંધીનગર શહેરમાં ટયુશન ક્લાસીસ આસપાસ રેકી કરીને આ સાયકલોની ચોરી કરવામાં આવી હતી. એટલું જ નહીં એકલદોકલ વ્યક્તિને રોકી તેની પાસેથી મોબાઇલ પણ ઝૂંટવી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસે ૧.૧૧ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ગાંધીનગર શહેરમાં થયેલી અન્ય ચોરીની ઘટનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે. તો સાયકલો સંદર્ભે નાગરિકોએ સેક્ટર ૨૮ એલસીબી કચેરીનો સંપર્ક સાધવા પણ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : ગુરૂ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભફૈયા આશ્રમ ખાતે શિષ્યોએ ગુરૂના દર્શન કર્યા હતા.

ProudOfGujarat

ભરૂચ : હાથરસ દુષ્કર્મનાં આરોપીઓને પકડી પાડવા મહિલા કોંગ્રેસનો અનોખો પ્રયત્ન…જાણો વધુ.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ગામે કે.આર.પટેલ વિદ્યામંદિરના નિવૃત્ત થતાં આચાર્યને વિદાયમાન અપાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!