Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અડાજણ પોલીસ મથક સુરત ખાતે સૃષ્ટિ વિરુધનું કૃત્ય અંગેનું ગુનો નોંધાયો: વાંચો કેમ અને કેવી રીતે ??

Share

 

સુરતના અડાજણ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ૩૭૭, ૫૦૬/૨ તથા ધી પ્રોટેકશનઓફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ ઓફેન્સ મુજબનો આ ગુનો લગભગ દિવાળીએ વેકેશનના સમયગાળા થી તા.૪-૨-૧૮ નાં સમયગાળા દરમ્યાન બન્યો હતો. જેની વિગત જોતા આ બનાવાના ફરિયાદી બ્રિજેશ ઉમાશંકર તિવારી રહે. અડાજણ સુરત મૂળ રહે. ૪૪૫ કુન્બરુપુર તાલુકો પનેજ જીલ્લા પન, ઉત્તર પ્રદેશ આ કામના આરોપી બ્રીજેસે તેના મોબાઈલ ફોન સગીર વયના ૧૨ વર્ષીય યુવકે ચોરેલો હોય તેવા આક્ષેપ કરી તેમને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી દિવાળી વેકેશનના સમયગાળાથી તા. ૦૪-૦૨-૧૮ નાં સમયગાળા દરમ્યાન અવાર નવાર અલગ અલગ સમયે તેની રૂમ માં લઇ જઈ જબરદસ્તીથી શરીર વય નાં છોકરાઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ગુનો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મોબાઈલ ફોન/ સીમ કાર્ડની લે-વેચ કરનાર દુકાનદારો માટે રજિસ્ટરની નિભાવણી ફરજિયાત કરતું જાહેરનામું.

ProudOfGujarat

ઝઘડિયાના ધારાસભ્યની રજૂઆત બાદ ઝઘડિયા સરસાડ એસટી રૂટ ભાવપુરા સુધી લંબાવાયો.

ProudOfGujarat

સુરત : આપ નેતા ઇશુદાન ગઢવીનો હુંકાર, કહ્યું તમારામાં તાકાત હોય એટલા કેસ કરવાની તૈયારી રાખજો, હું પ્રજા માટે જાન આપવા તૈયાર છું..!

ProudOfGujarat
error: Content is protected !!