Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સચિન વિસ્તારમાંથી છ મહિના પહેલા ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી.

Share

અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના પહેલા કિશોરીને ખરીદી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સુરત પોલીસે હરીશના ઘરે જઇ કિશોરીને છોડાવી હતી અને હરીશને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે, સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાંથી 15 વર્ષની કિશોરી ગુમ થયાની ફરિયાદ કિશોરીના માતા-પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના પગલે સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, કિશોરી અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરે છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરતા કિશોરી ત્યાંથી મળી આવી હતી.પોલીસે આરોપી હરીશ સોલંકીને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે 6 મહિના પહેલા 70 હજારમાં કલોલની એક વૃદ્ધ મહિલા પાસેથી કિશોરીને ખરીદી હતી. કિશોરીને નરોડામાં ગોંધી રાખી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી હરીશની ધરપકડ કરી સુરત લાવી હતી અને મોડી રાત્રે સિવિલ ખાતે તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.આરોપીની મેડિકલ તપાસ કરનાર ડો. ગિયાએ જણાવ્યું હતું કે, મેડિકલ તપાસ દરમિયાન આરોપી હરીશે કિશોરીને કલોલથી 70 હજારમાં ખરીદી અમદાવાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ તેના લોહી અને અન્ય નમૂનાએ લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

લુણાવાડા ખાતે ભારત સરકારના નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણીમાં ફિટ ઈન્ડિયા ફ્રીડમ દોડનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ નારેશ્વર વાયા પાલેજની બસો બંધ થતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી.

ProudOfGujarat

અદિતિ ગોવિત્રિકરે પોતાની સૌંદર્ય સ્પર્ધા માર્વેલસ મિસિસ ઈન્ડિયા 2023 લોન્ચ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!