Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ભટાર વિસ્તારમાં આવેલી શાળાનાં બાળકોને રસોઈ તેમજ શૂટિંગ શીખવવામાં આવશે.

Share

સામાન્ય રીતે શાળામાં બાળકોને પુસ્તકનું જ્ઞાન અને રમત ગમતનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ સુરતની એક શાળાએ એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બાળકોને તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે આ શાળાએ બાળકોને રસોઈ કરતા શીખવવાની શરૂઆત કરી છે. સાથે સાથે શૂટિંગ શીખવાનું પણ શરૂ કર્યું છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલી આ શાળામાં બાળકોને કિચનનું નોલેજ આપવામાં માટે રસોડું બનાવવામાં આવ્યું છે. બાળકોને જીવનમાં ભણતર માટે કે નોકરી માટે ઘર પરિવારથી દૂર રહેવાની નોબત આવે તે સમયે તેમને રસોઈ કરતા આવડતું હોય તો ઉપયોગી થઈ પડે અને જે બાળકને રસોઈમાં રસ હોય તે આગળ જઈને રસોઈના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તે હેતુથી આ શાળામાં રસોઈનો પણ પિરિયડ શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી ઈશ્વર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રસોઈનું જ્ઞાન તો બાળકોને આપવામાં આવશે પરંતુ ડિફેન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા બાળકો માટે શૂટિંગ રેન્જ પણ બનાવવામાં આવી છે. આ શૂટિંગ રેન્જમાં બાળકોને સચોટ નિશાન તાકતા શીખવવામાં આવશે. રાજ્યમાં પ્રથમ વખત શાળામાં આ પ્રકારની સૌથી લાંબી શૂટિંગ રેન્જ બનાવવામાં આવી છે. રાજ્યના રમત ગમત મંત્રી ઈશ્વર પટેલે પણ આ રેન્જનું ઉદ્ઘાટન કરી શૂટિંગ કરી હાથ સાફ કર્યા હતા. બાળકોના જીવન ઘડતરમાં શાળાનો ફાળો અમૂલ્ય હોય છે. શાળામાં બાળકો જીવનના પાઠ શીખે છે ત્યારે રસોઈ અને શૂટિંગ જેવા કોર્ષને શાળામાં સામેલ કરવાથી બાળકોને જીવનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ આપવાની શરૂઆત ખરેખર આવકારદાયક કહેવાય.

Advertisement

Share

Related posts

દહેજ ખાતે ગુમશુદા યુવક નું મૃત અવસ્થામાં તળાવમાં મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલ તપાસ દરમ્યાન એક આરોપી ની અટકાયત કરવામાં આવી હતી.

ProudOfGujarat

બેગમપુરાના તુલસી ફળીયામાં જુગારધામ પર વિજિલન્સની રેડ જાણો વધુ…???

ProudOfGujarat

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા વિનામૂલ્યે કોવિડ-19 ની દવાઓનું વિતરણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!