Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ચૌટા બજારની દબાણ હટાવો ટીમ પર ઉશ્કેરાયેલા યુવાન સહિત લોકોએ હુમલો કરતાં પાલિકાની દબાણ શાખાનાં લોકોને ભાગવાનો વારો આવ્યો હતો મારનારાઓ CCTV કેમેરામાં કેદ થયા હતા.

Share

આજરોજ સુરતનાં ચૌટા બજારમાં ટ્રાફિકને અડચણ રૂપ દુકાનદારો દ્વારા થતાં દબાણો હટાવવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગઈ હતી.

જોકે ત્યાં દુકાનદારો અને પાલિકાનાં અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા લોકો પૈકી કેટલાક લોકોએ પાલિકાની ટીમ ઉપર હુમલો કરી દીધો હતો. લોકોએ પાલિકાનાં ગાર્ડ અને કર્મચારીઓને લાતો અને લાફા ઝીંકી દીધા હતા. જયારે આ દરમ્યાન લોકટોળા એકત્ર થતાં લોકોએ ટપલી દાવ કરી નાંખ્યો હતો. આ દરમ્યાન એક દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી અને લોકો ઉશ્કેરાયા અને અધિકારીઓને દોડાવીને ભગાડી મૂકયા હતા. જોકે આ સમગ્ર ધટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે જોવાનું રહ્યું કે પોલીસ આગળ શું કરે છે. પાલિકાની ફરિયાદ દાખલ થશે તે નકકી જ છે.

Advertisement

Share

Related posts

સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ ભરૂચ જિલ્લાના રૂંધા ગામનાં સગર્ભા ગૃહિણીએ ૧૭ દિવસનાં અંતે કોરોનાને આપી મ્હાત…

ProudOfGujarat

વડોદરામાં મહિલા દિવસની ઉજવણીના આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat

ભરૂચ ખાતે ડૉ.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ (પાલેજ) ના સાનિધ્યમાં અફ્સોસનો અવાજ અને ઈખરવીનો અવાજ પુસ્તકોનું વિમોચન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!