Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા તબીબ ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેકટિસ કરતા ઝડપાય જતા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

Share

સુરત મનપાના વિજિલન્સ ખાતાએ ક્ષેત્રપાળ હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા ડૉ.જયેશ રાણાને આંબાવાડી, કાલીપુર પાસે પ્રગતિ હેલ્થ ક્લિનિકમાં ખાનગી પ્રેકટિસ કરતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પાલિકામાં મેડિકલ ઓફિસર તરીકે 19 વર્ષથી ફરજ બજાવતા હોઈ તેમ જ નોન-પ્રેક્ટિસનિંગ એલાઉન્સ લેતા હોવા છતાં ખાનગી પ્રેકટિસ કરતા હતા.વિજિલન્સ ઇન્સ્પેક્ટર જે. એન. ચૌહાણના જણાવ્યા મુજબ, ટેલિફોનિક ફરિયાદને આધારે આંબાવાડી, કાલીપુર પાસેના પ્રગતિ હેલ્થ ક્લિનિકમાં પહોંચતા ત્યાં ડૉ.જયેશ રાણા ક્લિનિકમાં પ્રિસ્ક્રિપ્શન લખતા હતા. ફાઇલમાં ડોક્ટરના રિપોર્ટ તપાસતાં વધુ પૂછપરછ કરાઈ હતી. બચાવમાં ડો. રાણાએ કહ્યું હતું કે, હું તો રેગ્યુલર આવતો નથી, આ ક્લિનિકમાં લેડી ડોક્ટર નહીં આવતાં દર્દીઓને હાલાકી ન પડે એટલે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અમેરીકામાં જવા નિકળેલા 9 યુવાનો ગુમ થતા આખરે પરીવાજનોએ હાઈકોર્ટમાં કરી અરજી

ProudOfGujarat

ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે એનએમસી (નેશનલ મેડિકલ કમિશન) બીલના પ્રતિકાત્મક વિરોધ સાથે તમામ તબીબો સામાન્ય તબીબી સેવાથી અળગા રહ્યા હતા…

ProudOfGujarat

ભરૂચ : રોટરી કલબ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોટનું ધારાસભ્યના હસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!