Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ભરચક અવરજવરવાળા વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી બજાવતા ટીઆરબીના કર્મચારીઓ વાહનો અટકાવવા જતા એક ઓટો રીક્ષા પલ્ટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Share

સુરતના વરાછા વિસ્તારમાં આજરોજ ટ્રાફિક કર્મીઓ દ્વારા વાહનોને અટકાવવા જતા પેસેન્જર ભરેલી એક ઓટો રીક્ષાના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી.જોકે ઓટો રીક્ષા ચાલક સહિત રિક્ષામાં સવાર મુસાફરો ભારે રોષે ભરાયા હતા અને ટીઆરબી ના કર્મચારીઓનો બરાબર ઉધડો લીઘો હતો. ભારે બોલાચાલી ઉગ્ર બનતા એક તબકકે ટીઆરબી અને વાહન ચાલકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. લાંબા સમય સુધી બોલાચાલીને અંતે ટ્રાફિક પોલીસના જમાદાર આવી જતા સમજાવટ બાદ મામલો ઠંડો પડયો હતો. અન્ય સ્થાનિક વાહન ચાલકોએ ટીઆરબીની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચથી દહેજનાં માર્ગ પર મારૂતિ માંથી ભારતીય ઈગલિશ બનાવટનો દારૂ ઝડપાયો..

ProudOfGujarat

સુરત શહેર લિંબાયત બ્રિજ નીચેથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક બે બાઇકો અથડાતા એક ઇસમનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!