Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : રૂ. 2 હજારની લેતીદેતીમાં યુવકને માર મારનાર શખ્સોની કરાય ધરપકડ.

Share

પાંડેસરામાં માત્ર 2 હજાર રૂપિયાની લેતીદેતીમાં ચાર લોકોએ એક યુવકને તેના ઘરેથી ઉંચકી લાવીને થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. યુવકને થાંબલા સાથે બાંધીને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાઇરલ થતાં પાંડેસરા પોલીસ દોડતી થઈ હતી. જેમાં પીડિત યુવકે ફરિયાદ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.

પાંડેસરા ખાતે આવેલા જય અંબે નગર સોસાયટીમાં રહેતા રોહિત નામના યુવકે 6 મહિના પહેલા 2 હજારની રકમ દીપક નામના શખ્સ પાસેથી ઉછીની લીધી હતી. આ રકમ રોહિત આપી ન શકતા દીપક અને તેના સાગરિતોએ 14 મી તારીખે મોડી રાતે રોહિતને ઊંચકી લાવી અર્ધ નગ્ન કરી થાંભલા સાથે બાંધી દીધો હતો અને પછી તેને માર માર્યો હતો. લગભગ એકાદ કલાક સુધી આરોપીઓએ તેને બાંધી રાખ્યો હતો. રોહિતે આજીજી કરી છતાં ચારેય બદમાશોએ તેની વાત ન માની માર માર્યો હતો. આ બનાવ અંગે પાંડેસરા પોલીસમાં રોહિતે ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મારામારી, કર્ફયુ ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સન્ની, આકાશ, દીપક અને અરવિંદ નામના બદમાશોને પકડી પાડયા છે.

જયદીપ રાઠોડ : સુરત

Advertisement

Share

Related posts

વડોદરામાં દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો

ProudOfGujarat

વાલિયા ગ્રામ પંચાયતમાં ફરી એકવાર સરપંચ વિરુદ્ધ ૧૨ સભ્યોમાંથી ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતા વાલિયા ગ્રામમાં ભૂકંપ સર્જાયો

ProudOfGujarat

અંકલેશ્વર માં કરોડો ની લૂંટ માં પત્ની.પ્રેમી અને ડોન ની સંડોવણી બહાર આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!