Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-રેલવે સ્ટેશન પર 4 રાઉન્ડ ફાયરિંગ કરનાર માથાભારે ટાઈગર ઝડપાયો…

Share

સૌજન્ય-સુરત: રેલવે સ્ટેશન પર ગુરુવારે સાંજે પ્લેટફોર્મ નં-1ના છેડા પર માથાભારે શખ્સે 4 રાઉન્ડ ફાયરિંગ કરી હરીફ જુથના માથાભારે શખ્સ પર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો. આ ઘટનામાં રેલવે એલસીબીએ માથાભારે ટાઈગરને ઝડપી લીધો છે. ભાઇગીરી કરવાના અભરખામાં બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગેંગવોર ચાલી રહી છે.
મુંબઈથી બીકાનેર જતી રણકપૂર એક્સપ્રેસ ગુરુવારે સાંજે 7.25 વાગ્યાના અરસામાં સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર આવી હતી. જનરલ કોચમાંથી સુમુલ ડેરી તરફના છેડે ઉતરેલા મોહમ્મદ યુસુફ ઇશરત ખાન (23)(રહે.પદ્માવતી સોસાયટી,લિંબાયત) પર અન્ય ટપોરી સીબુ ઉર્ફે ટાઇગરે અંધાધૂધ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું.
સીબુએ પાછળથી એક રાઉન્ડ ફાયરિંગ કરી બીજું ફાયર સામેથી કર્યું હતું. જોકે ત્રીજું-ચોથું ફાયરિંગ મિસ થઇ હતું. મહમ્મદ યુસુફ બચવા માટે ટ્રેનમાં ઘુસી ગયો હતો. આ મામલે રેલવે એલસીબીએ સીબુ ઉર્ફે ટાઈગરને દબોચી લઈને ધરપકડની કાર્યવાહી કરી છે. માથાભારે યુસુફ ઇશરત ખાનની મુંબઈથી આવતો હોવાની બાતમી હરીફ જૂથના માથાભારે ટાઇગરને કોણે આપી તે અંગેની પૂછપરછ કરાય રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકા પોલીસે પારડી ગામ ખાતેથી રૂ. 90,520 ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ : 4 ફરાર.

ProudOfGujarat

ભરૂચમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પશ્ચિમ વિસ્તારની વિવિધ લઘુમતી સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની લેન્સેકસ કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતો હોવાની ફરિયાદ જીપીસીબીને કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!