Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઉમરપાડા કોંગ્રેસ કાર્યકરો દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની 77 મી જન્મ જયંતી નિમિત્તે દવાખાનામાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરીને ઉજવણી કરાઈ.

Share

ઉમરપાડા તાલુકાના તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોઓ તથા કાર્યકરો દ્વારા તારીખ 20 ઓગસ્ટના દિવસે gpcc તથા સુરત જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખનાં આદેશ અનુસાર દેશના લોકલાડીલા નેતા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની 77 મી જન્મ જયંતીની ઉજવણી કોંગ્રેસ પરિવાર તરફથી કેવડી દવાખાને દાખલ થયેલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને કરવામાં આવી.

સ્વ. રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી આ દેશની સેવામાં પોતાનું બલિદાન આપી તેઓ શહીદ થયા હતા તેમની સેવાકાળ દરમિયાન દેશની ઈન્ટરનેટ સુવિધા, ગરીબોને આવાસ યોજના, મનરેગા યોજના, બેરોજગારોને રોજગારી, યુવાનોને નોકરીની તકો, ગરીબોને મફત અનાજ આપવાની યોજના, કોમ્પ્યુટર યુગની શરૂઆત કરનાર આ દેશના પ્રિય નેતાની જન્મદિવસની ઉજવણી આજે હર્ષોલ્લાસ સાથે ઉમરપાડા ખાતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, મહામંત્રી હિતેશભાઈ પટેલ, સેવાદળ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ વસાવા, આદિજાતિ પ્રમુખ અશોકભાઈ વસાવા, મહામંત્રી શંકરભાઈ વસાવા, મંત્રી જીમ્મી વસાવા વગેરે કોંગ્રેસના કાર્યકરો હાજર રહીને તેમની જન્મ જયંતિ ઉજવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલથી કાઢવું પડ્યું

ProudOfGujarat

શહેરા તાલુકાનાં વાઘજીપુર ગામે હિન્દુ પરિવારની પુત્રીના લગ્નમાં મુસ્લિમ પરિવારે શા માટે કર્યું મામેરુ ? જાણો

ProudOfGujarat

નેત્રંગનું આરોગ્ય વિભાગ કોરોના વાઇરસને લઈને એલર્ટ આદર્શ નિવાસ શાળામાં 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!