Proud of Gujarat
FeaturedGujaratINDIA

લો…કરો…વાત…કરિયાણાની દુકાનમાં ગાંજાનો વેપલો જાણો ક્યા…..?

Share

સુરતમાં કરિયાણા દુકાન અને પાનના ગલ્લાની આડમાં ગાંજાનો થતો વેપાર ઝડપાયો હતો. સુરત શહેર એસઓજી દ્વારા મહિલા અને એક ઈસમ મળી કુલ બે આરોપીઓની ગાંજાના વેપાર અંગે ધરપકડ કરવામાં આવી હતી.

સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન નજીકથી રૂ 4.86 લાખની કિંમતના ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ગાંજાના વેપલા અંગે ઘટસ્ફોટ થયો હતો. ગાંજાનો જથ્થો મંગાવનાર કરિયાણા વેપારી સહિત મેસ અને પાનનો ગલ્લો ચલાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. લસકાના ડાયમંડ નગર ખાતેથી સુરત શહેર એસઓજી દ્વારા કિશોર જસાણી અને અહલ્યા શાહુની ગાંજાના વેપલા અંગે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા ઓરીસ્સાથી કાલિયા ઉર્ફે રામ નામના શખ્સ પાસેથી ગાંજાનો મોટો જથ્થો મંગાવતા હતા. કાલિયા ઉર્ફે રામ નામનો શખ્સ મહિલાઓનો ઉપયોગ કરી ઓરીસ્સાથી ગાંજાની હેરાફેરી કરતો હતો ત્યારબાદ ગાંજાનો મોટો જથ્થો કરિયાણા વેપારી કિશોર જસાણી સહિત મેસ સંચાલક અને પાનનો ગલ્લો ચલાવતી અહલ્યા શાહુને પહોંચાડતો હતો. લસકાના ડાયમંડ નગર ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓરીસ્સાવાસીઓ કામ કરતા હોય, તેવા લોકોને ગાંજાનું વેચાણ કરાતું હતું. પોલીસને ભણક ના આવે તે માટે કરિયાણા અને મેસ સહિત પાનનાં ગલ્લા પરથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું. સુરતમાં ગાંજા, ડ્રગ્સ સહિત અફીન જેવા માદક પદાર્થોનું બંધ બારણે વેચાણ થતું હોવાનું જણાયુ છે. સુરત શહેર એસઓજીએ હાથ ધારેલા ઓપરેશન દરમ્યાન આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી તેમજ અન્ય આરોપીઓના નામો ખુલવાની શકયતા જણાઈ રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : યુ.પી.ના મુખ્યમંત્રી યોગીજીની સૌને શિખ, ચકલાસીમાં ભારે જનમેદનીને યુ.પી.નો દાખલો ગુજરાતમાં બેસાડવા અપીલ.

ProudOfGujarat

શહેરાનગર પાલિકાને હવે ફાયર ફાયટરની સુવિધા મળશે.

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI એ વિરોધ પ્રદર્શન કરી એડમીશન પ્રક્રિયા અને સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી કરવા માંગ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!