Proud of Gujarat
INDIAFeaturedGujarat

લીંબડી : ગઈકાલે માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો જન્મ દિવસ હતો તે નિમિત્તે આજે એસ.ટી.ડેપોનાં કર્મચારીઓને સેનેટાઈઝર તથા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

Share

હાલનાં સંજોગોમાં સમગ્ર ભારતમાં કોરોના કહેર લાગી ગયો છે અને આ મહારોગનાં કેસો વધતા જાય ત્યારે લીંબડીમાં કોરોનાનાં કેસો પણ વધતા જતા આજે લીંબડી એસ.ટી. ડેપો કર્મચારીનાં સ્વરક્ષણ માટે આજે સેનેટાઈઝર તેમજ માસ્ક વિતરણ લીંબડીનાં લોક લાડીલા માજી. ધારાસભ્ય કિરીટસિંહ રાણાનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, નગરપાલિકા સદસ્ય બીપીનભાઈ પટેલ, એસ.ટી. સલાહકાર વનરાજસિંહ રાણા, ઘનશ્યામભાઈ ભટ્ટી, લીંબડી ડેપો મેનેજર દિલીપભાઈ પરમાર તેમજ એસ.ટી.ના દરેક કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.ટી. ડેપોનાં કર્મચારીઓમાં મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, ડી.સી.રાણા, પૃથ્વીરાજસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા.

ProudOfGujarat

અંકલેશ્વર માં વસતા ઉત્તર ભારતીય સમાજ એ છઠ પૂજા ના વ્રત નો પ્રારંભ કર્યો થયો છે.

ProudOfGujarat

સેવાલીયા ખાતે ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!