Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી 40 બેડનુ કોવિડ કેર સેન્ટર બનશે

Share

હાલ જ્યારે દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમા દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામા પણ દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. આ બાબતે તંત્ર દ્વારા ગંભીરતા દાખવી તાત્કાલિક અસરથી જીલ્લા કલેકટર કે.રાજેશના માર્ગદર્શન હેઠળ લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. ત્યારે હાલ તાત્કાલિક અસરથી લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ મેઈલ વોર્ડમાં આવનાર થોડાજ સમયમાં 40 બેડની કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં આ સેન્ટર માટે અલગથી સ્ટાફ પણ મુકવામાં આવશે ત્યારે હાલ આ સેન્ટર તાત્કાલિક અસરથી સ્ટેન્ડબાય કરી દેવામાં આવ્યુ છે. આવનાર થોડા જ સમયમાં કોરોના પોઝિટિવ જે સામાન્ય લક્ષણો ધરાવતા લોકોને આ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી સારવાર આપવામાં આવશે.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટરમાં ૨૩ મી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

વાંકલ : ૧૫૬-માંગરોળ વિઘાનસભા મત વિસ્તારના સંયુક્ત મોરચાનુ સંમેલન યોજાયુ.

ProudOfGujarat

 કરજણ નદીના પુલ પાસે ખાડા માં બાઈક પડતા વાહન ચાલકનું મોત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!