Proud of Gujarat
GujaratFeaturedINDIA

લખતરની મહિલાઓનો પાણી પ્રશ્ને લખતર ગ્રામ પંચાયતમાં કર્યો હોબાળો

Share

લખતર, તારીખ 20/7/18 કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

જીલ્લાના ઘણાબધા તાલુકાઓમાં પાણીની સમસ્યા આ વર્ષે સર્જાઇ હતી ત્યારે લખતર તાલુકામાં સતત ધણા સમયથી પીવાનું પાણી નહી આવતા લખતરની મહિલાઓએ પાણીના પ્રશ્ને ગ્રામ પંચાયત કચેરી ખાતે હોબાળો બોલાવ્યો હતો અને સરપંચની હાય હાય ના નારા લગાવ્યા હતા

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકામાંમાં છેલ્લા ઘણા સમય થી પાણી નહી આવતું હોય અને લોકોએ વારંવાર રજુઆત કરવા છતા આંખ આડે કાન રાખી પાણીની સમસ્યાને નજર અંદાજ કરતા હોય ત્યારે બીજી બાજુ લખતર ગ્રામ પંચાયતના હોદેદારો અને કર્મચારીઓ દ્વારા લોકોના પ્રશ્નોને ધ્યાને નહી લેતા હોય અને વળતા જવાબે મહિલાઓને રજુઆત કરવાનો શોખ થાય છે આવું કહેતવા લાગ્યા હતા તો તે બાબતે મહિલાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લખતરના લખતરિયાશેરી, કુંભારશેરી ના 40 થી 50 મહિલાઓ પહેલા લખતર ગ્રામ પંચાયતએ રજુઆત કરવા ગયા હતા પરંતુ લખતર ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચની હાજર નહી હોવાને કારણે તમામ મહિલાઓ લખતર મામલતદાર કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા જ્યાં લખતર નાયબ મામલતદારને પાણીના પ્રશ્ન બાબતે આવેદન અપાયું હતું ઉલ્લેખનીય છે કે આ ટોળા સાથે લખતર ગ્રામ પંચાયતના સદસ્ય નર્મદાબેન પરસોત્તમભાઈ પટેલ પણ સામેલ હતા જેમની આગેવાની હેઠળ લખતર ગામની મહિલાઓએ મામલતદાર કચેરીમાં ઉગ્ર રજુઆત કરી હતી અને સરપંચની નબળી કામગીરીને ધ્યાનમાં લઇને સરપંચના નામની હાય હાય બોલાવી હતી


Share

Related posts

ભરૂચ : પોતાના ગામનાં વિદ્યાર્થીઓ ભણતરમાં આગળ આવે તે માટે પોલીસ કર્મીની અનોખી સેવા, વિદ્યાર્થીઓને કર્યું ગાઈડોનું વિતરણ…!!!

ProudOfGujarat

બરોડા યુથ ફેડરેશન દ્વારા પી.એમ. ના દીર્ઘાયુ માટે નવતર પ્રયોગ.

ProudOfGujarat

ઉમરપાડા અને માંગરોળમાં મોંઘવારી, બેરોજગારીનાં વિરોધમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!