Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : લીંબડી જૂના બસ સ્ટેન્ડમાં બનાવેલ કોમ્પ્લેક્ષમાં અસામાજીક તત્વોનો અડ્ડો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હોય તેવી લોકચર્ચા..!

Share

નગરપાલિકા દ્વારા ઠેરઠેર ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરવામાં આવતા હોય તેવુ હાલ લિંબડીમાં વાયુવેગે પ્રસરી જવા પામ્યો છે ત્યારે લીંબડીના ભાડીયા કુવા સામે જુના બસ સ્ટેન્ડમા કરોડોના ખર્ચે લીંબડી નગરપાલિકા દ્વારા કોમ્પલેક્ષ ઉભા કરવામાં આવ્યા છે જે હાલ બહુ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે અત્યારે હાલ આ કોમ્પલેક્ષમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા પામ્યો હોય તેવું લાગી રહ્યું છે

ત્યારે આ કોમ્પ્લેક્ષમા એન્ટર થતા અને કોમ્પલેક્ષ અંદર ગંદકીનું સામ્રાજ્ય પણ સર્જાવા પામ્યું છે ત્યારે આ કોમ્પલેક્ષના અંદરના ભાગમાં દારૂની ખાલી બોટલો, દારૂની થેલીઓ તેમજ મહાકાય કચરો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે લીંબડીની પ્રજાના રૂપિયા કૌભાંડીઓએ કોભાંડ કરી આ કોમ્પ્લેક્ષ વેખરી નાખ્યા છે. જો હાલ આ બંધ પડેલ ખંડેર હાલતના કોમ્પલેક્ષ કોઈને ભાડા પેટે આપવામાં આવે તો લોકોમાં રોજગારી વધશે અને નગરપાલિકાને આમદાની થશે તો હાલ લીંબડી આ ખંડેર બનેલ કોમ્પ્લેક્સ શોભાના ગાંઠિયા સમાન ઉભું છે પણ પાલિકા ટસનીમસ થતી નથી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતને ભારત સરકાર દ્વારા કિસાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

ProudOfGujarat

વિરમગામ સહિત સમગ્ર જીલ્લામાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

જંબુસરમાં આકરી ગરમીમાં રીક્ષા ચાલકની ચાલતી ફરતી પરબ લોકોની તરસ બુઝાવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!