Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી હાઇવે રોડ પર આવેલ ગેન્કો હોસ્પીટલ ખાતે મફત નેત્રમણી -નેત્રયજ્ઞ પાણશીણા ચેરીટેબલ સેવાયજ્ઞ દ્વારા યોજવામાં આવ્યો હતો.

Share

લીંબડી ગેન્કો આંખ હોસ્પીટલ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહભાગે ગંભીરચંદ ઉમેદચંદ શાહ જૈન સેનેટોરીયમ ગેન્કો આઇ હોસ્પીટલ મુદ્રા ટાઉનશીપ લીંબડી ખાતે આંખ રોગનો કેમ્પ યોજાયો હતો.

જેમાં આંખને લગતા અલગ અલગ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૨૭૨ લોકો સારવાર અર્થે આવ્યા હતા તેમજ આ સેવાયજ્ઞ કેમ્પ દર મહિનાના પહેલા સોમવારે નવ વાગ્યેથી બપોરના બાર વાગ્યે સુધી યોજવામાં આવશે. તેમજ જે વ્યક્તિને ઓપરેશન કરાવવાનું થાય તો તે વ્યક્તિ એટલે કે દર્દીને વિનામુલ્યે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ હોસ્પીટલ ખાતે બસ મારફતે લઇ અને મુકી જવામાં આવશે

ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાણશીણા ચેરીટેબલ સેવાયજ્ઞના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર કલરની દુકાનના ગોડાઉનમાં આગથી મચી નાસભાગ…

ProudOfGujarat

વડોદરાના રાવપુરા વિસ્તારમાં પોસ્ટ વિભાગ દ્વારા વરસાદમાં રાખડી પલળે નહીં તેવું વોટર પ્રુફ પોસ્ટ કવર બહાર પડાયું.

ProudOfGujarat

માંગરોળના ઝાંખરડા ગામની પ્રાથમિક શાળાના હિન્દુ મુસ્લિમ બાળકો એ હોળી ધુળેટી પર્વની કરી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!