Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડીના મોટાટીંબલા ગામે સેવાસેતુ યોજાયો જેમાં અલગ અલગ અરજીનો નિકાલ થયો

Share

લીંબડી તારીખ ૧/૯/૨૦૧૮

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

૭૩૮૩૬૨૫૮૦૧

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોટાટીંબલા ગામે પ્રાર્થમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ભલગામડા,મોટાટીંબલા, નાનાટીંબલા, રામરાજપર, જાંબુ, ભથાણ જેવા અલગ અલગ ગામડાઓનો સમાવેશ કરી આવરી લેવામાં આવ્યા હતા સેવાસેતુમાં ૫૦૦ થી પણવધુ પ્રશ્નોનો સ્થળ પર નીકાલ કરવામાં આવ્યો હતો.

આ સંયુકત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન મોટાટીંબલા પ્રાર્થમિક શાળામાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય કિરીટસિહ રાણા, લીંબડી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ હરપાલસિંહ જીલ્લા પાણી સમીતીના ચેરમેન દેવજીભાઇ વાઘેલા, લીંબડી ડેપ્યુટી કલેકટર, લીંબડી મામલતદાર, બ્લોક ઓફીસર લીંબડી અને લીંબડી તાલુકા પંચાયત ટી.ડી.ઓ. સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુમાં લોકોના આવકના દાખલા, જાતીના દાખલા, ડોમીસાઇલ, આધાર કાર્ડ, રેશનકાર્ડમાં નામ ઉમેરવા કમી કરવા, માં વાત્સલ્ય કાર્ડ સહિતના 1500થી વધુ પ્રશ્નોનો સ્થળ પર નીકાલ કરાયો હતો.


Share

Related posts

ભરૂચ : હલદરવા ગામ નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી કાંસમાં ઠલવાતુ પાણી વરસાદી હોઇ શકે ? કે પછી વરસાદી પાણીના નામે પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં ઠલવાય છે?

ProudOfGujarat

વિદેશીદારૂના જથ્થા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એક ઈસમ ની ધરપકડ કરી આશરે પોલીસે 70 હજાર નો વિદેશીદારૂ નો જથ્થો પકડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!