Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં કાનપરાના પાટીયા નજીક કપાસ ભરેલ ટ્રકમાં આગ ભભુકી.

Share

લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાના પાટીયા નજીક કપાસ ભરેલ ટ્રકમા ટ્રક ડ્રાઈવરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આગ ભભુકી ઉઠી હતી. માણાવદરથી કપાસની ગાંસડીઓ ભરેલી ટ્રક તામિલનાડુ જઈ રહી હતી. ત્યારે લીંબડી હાઈ-વે પર કાનપરાના બોર્ડ પાસે ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક રોડ નીચે ઉતરી વીજ પોલ સાથે અથડાતા કપાસની ગાંસડીમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનર જીવ બચાવી ટ્રક બહાર નીકળી ગયા હતા.ઘટનાની જાણ થતાં લીંબડી નગરપાલિકા ઈસીઓ આર.બી.સાનિયા, એસઆઈ જગદીશ મકવાણા ફાયર બ્રિગેડની ટીમ સાથે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો તેમજ થોડા અંશે ટ્રકને બચાવી લેવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના પટેલ નગર પાસે નિર્માણ પામી રહેલ બિલ્ડીંગ પરથી પડતું મુકવાની તૈયારી કરતા માનસિક અસ્વસ્થ યુવાનને અંકલેશ્વર શહેર પોલીસે બચાવ્યો હતો

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે NLSA દિવસ નિમિત્તે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

ProudOfGujarat

પાલેજ ખાતે પાલેજ પોલીસ, આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!