Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં છાલીયા તળાવ ખાતે શીતળા માતાજીના મંદિર ખાતે મેળો યોજાયો

Share

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં દરેક તહેવારોને ખુબ જ મહત્વ આપવામાં આવે છે અને તે જ રીતે આજના રોજ એટલે કે શીતળા સાતમના દિવસે ખુબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે કારણ કે આજના દિવસને તાઢી સાતમ કહેવામાં આવે છે અને આજે લીંબડીમાં તવંગર હોય કે ગરીબ તે પોતાના ગઇકાલનું ઠંડુ રાઘેલું ખાતા હોય છે. લીંબડીથી આશરે ૨ કિલોમીટર અંતરે શીતળા માતાજીનું મંદિર આવેલું છે જયા લીંબડી તાલુકાના તથા આજુબાજુના ગામડાઓના લોકો પગપાળા શ્રધ્ધાથી ચાલીને આવતા હોય છે અને પોતાની માનતા(બાધા) જે માતાજી પાસે લીધેલ હોય છે તે પુરી કરતા હોય છે. આ મેળામાં આવીને નાના નાના ભુલકાઓથી લઇને વૃધ્ધો પણ આ મેળાનો લ્હાવો લેતા હોય છે. અહિયા નાના બાળકો માટે ચકડોળ, હોડી, જુલા વગેરે મનોરંજન માટે મુકવામાં આવેલ છે. અહિયા માણસો આવીને લારીના સ્ટોલ ઉપરથી અલગ અલગ વાનગીનો સ્વાદ માણી મનને પ્રફુલીત કરતા જોવા મળે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

CAA અને NCR અંગે આદિવાસીઓ માં લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

મહુધાના અલીણા ગામે ચા બનાવવા બાબતે પતિ પત્ની વચ્ચે  ઝઘડો થતાં નોંધાઈ પોલીસ ફરીયાદ

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી. ની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં રેડ કરતા જુગારનાં ત્રણ કેસો શોધી કાઢયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!