Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : મોડાસાની યુવતીના ન્યાય માટે ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી.

Share

મોડાસામાં બનેલ દલિત યુવતી સાથે અમાનુષી ધટનાને વખોડી કાઢતુ દુધરેજ ગામ 1000 થી પણ વધારે સંખ્યામાં લોકો જોડાયા કેન્ડલ માર્ચ તો સાથે સાથે 1000 થી વધારે લોકોના સહીવાળા પત્રો મુખ્યમંત્રીશ્રીને મોકલ્યા. તાજેતરમાં અરવલ્લીના મોડાસા ના સાયરાના ગામે કાજલ રાઠોડ નામની યુવતીનુ અપહરણ કરી તેની સાથે બાળાત્કાર કરી મારીને ઝાડ ઉપર અપહરણકારો દ્વારા લટકાવવામાં આવી તેમજ પોલીસ તંત્ર દ્વારા તેમના પરિવારની આપવીતીને નકારી ઉડાવ તેમજ ઉદ્ધતાઈ અને બેદરકારી વલણ દાખવેલ તે ધટનાથી સમગ ગુજરાતના ગામડે ગામડે કાજલના હત્યારાઓને ફાંસીના નારે બાજીઓ તેમજ કાજલના સમર્થનમાં વિરોધ કાર્યક્રમ થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા મોડાસાના સાયરાના ગામે કાજલ રાઠોડ નામની યુવતી સાથે જે અમાનુષી ધટનાને વખોડી કાઢી તેમના દોષીઓને કડકમાં કડક સજા થાય તેવી લોક માંગ સાથે ફરજ પરના અધિકારીએ જે કાજલબેનની ફરીયાદમાં વિલંબ કરી ફરિયાદ સમયસર ન નોંધનાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે તેવી લોક માંગણી સાથે સમસ્ત દુધરેજ ગામ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ સુરેન્દ્રનગર કલેક્ટર સાંસદ, ધારાસભ્ય, તેમજ 23 જેટલા લાગતા વળગતા અધિકારીઓ પદાધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો તથા વિરોધ પક્ષના નેતા ને પત્ર લખવામા આવેલ આ પત્રમાં સમસ્ત દુધરેજ ગામના 1000 થી પણ વધારે લોકો એ સહી કરેલ તો સાંજે કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવી હતી. જેમાં પણ વધુ પ્રમાણમાં મહીલાઓ યુવાનો યુવતીઓ જોડાયેલા 1000 થી પણ વધારે લોકો આ કેન્ડલ માર્ચ જોડાયેલ હતા. ગામના ચોકમાં કેન્ડલ માર્ચ પૂર્ણ કરી બે મીનીટનું મૌન પાળી સ્વર્ગીય કાજલબેનના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરેલ જય ભીમ, કાજલબેન કો ન્યાય દો, કાજલના હત્યારાને જાહેરમાં ફાંસી આપોના સૂત્રોચ્ચારથી સમગ્ર દુધરેજ ગામ ગુંજી ઉઠયું હતુ.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિરમગામમાં ૫૪,૧૬,૬૯૦ રૂપીયાના દારૂના જથ્થાનો નાશ કરાયો…

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું, મોદીની સભામાં જંગી જનમેદની ઉમટી પડી

ProudOfGujarat

ગોધરાનાં પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મીકીવાસ ખાતે આર.સી.સી. રોડમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા સ્થાનિક રહીશોમાં નારાજગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!